સુરત(Surat): ગદ્દર (Gadar) ફિલ્મ (Movie) પ્રેમીઓ (Lovers) માટે આદર્શ કથા કહેવાય છે. પોતાના પ્રેમને પામવા તારાસિંહના પાત્રમાં સન્ની દેઓલ (SunnyDeol) પાકિસ્તાન (Pakistan) સાથે લડીને પણ સકીનાને લઈને આવે છે. આ ગદ્દર-2 ફિલ્મ જોઈ રહેલા રૂદરપુરાના યુવકે તેની પ્રેમીકાને વચ્ચેથી કેમ જતી રહી તેમ કહીને દિવાલ સાથે માથુ અથડાવી ફટકારી હતી. આ અંગે અઠવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
- લેપટોપમાં ગદર-2 ફિલ્મ જોતા જોતા ઉંઘ આવતી હોવાથી જતી રહેલી
- કિશોરીએ મળવા આવવાની ના પાડી તો યુવકે કુદીને મરી જવાની ધમકી આપી
- કિશોરી મળવા ગઈ તો માર માર્યો અને મારી નાંખવાની ધમકી આપી
રૂદરપુરા વિસ્તારમાં રહેતી 16 વર્ષની કિશોરીએ અઠવા પોલીસ સ્ટેશનમાં તેના પ્રેમી હિમાંશુશૈલેષભાઈ કમરેલીયા (ઉ.વ.19, રહે, રૂદરપુરા આવાસ) ની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ કીશોરી તેની માતા અને મોટી બહેનની સાથે રહે છે. તેના પિતાનું વર્ષ 2017 માં બિમારીથી અવસાન થયું હતું.
કીશોરીને વર્ષ 2019 થી મહોલ્લામાં રહેતા હિમાંશુ સાથે પ્રેમ સંબંધ છે. બંને અવારનવાર ફરવા પણ જતા હતા. કીશોરીની માતાને જાણ થતા બંનેના પરિવારની સહેમતીથી સગાઈની વાત પણ ચાલતી હતી. દરમિયાન ગઈકાલે રાત્રે હિમાંશુ તેની ચાલીમાં લોબીમાં બેસીને કીશોરીની સાથે લેપટોપમાં ગદ્દર-2 ફિલ્મ જોતો હતો.
થોડીવાર બાદ કીશોરીને ઉંઘ આવતા તે ઘરે જતી રહી હતી. અને ત્યારે હિમાંશુ પણ ઘરે જતો રહ્યો હતો. થોડીવાર પછી તે પરત આવ્યો ત્યારે કીશોરીને દાદર પાસે બેસવા બોલાવી હતી. હિમાંશુએ તુ કેમ તારા ઘરે જતી રહી તેમ પુછીને લોબીમાં મળવા બોલાવી હતી. પરંતુ કીશોરીએ ના પાડી તો હિમાંશુએ જો નહી આવે તો અહીંથી કુદીને મરી જઈશ તેમ કહેતા ગભરાઈને કીશોરી મળવા ગઈ હતી.
કીશોરી ત્યાં જતા હિમાંશુએ ઉશ્કેરાઈને તેને દાદર પર ઘસડી ગળાના ભાગે પકડી દિવાલ સાથે માથુ અથડાવ્યું હતું. કીશોરીને ચક્કર આવી જતા તેને બુમાબુમ કરતા રહીશો દોડી આવ્યા હતા. હાદમાં તેને છોડાવ્યો ત્યારે તુ ક્યા જવાની છે તને બે દિવસમાં મારી નાખીશ તેમ કહીને ધમકી આપી નાસી ગયો હતો. કીશોરીને હોસ્પિટલમાં ખસેડતા દાખલ કરવામાં આવી હતી. અઠવા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.