સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે કાબુમાં આવી રહ્યું છે. ત્યારે હવે લોકોને સિટી બસની (City Bus) સેવા મળી રહે તે માટે પાલિકાએ પ્રયાસ શરૂ કર્યા છે. બસ સેવા બંધ હોવાથી રિક્ષાવાળાઓ વધુ ભાડુ વસુલી રહ્યા છે તેમજ રિક્ષામાં સોશિયલ ડિસ્ટ્ન્સીંગ પણ જળવાતું નથી જેથી દરેક ઝોનમાં રેલવે સ્ટેશન (Railway Station) સાથે જોડાયેલા રૂટ તબક્કાવાર શરૂ કરવામાં આવશે.
શહેરમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. જેથી મનપા દ્વારા 4 દિવસ અગાઉ બીઆરટીએસના બે રૂટ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તબક્કાવાર દરેક ઝોનમાં રેલવે સ્ટેશનને કનેક્ટ રૂટ શરૂ કરવા આજે જાહેર પરિવહન સમિતિના ચેરમેન દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. મિનિ લોકડાઉનના કારણે હાલમાં શરૂ કરાયેલા બે રૂટમાં મુસાફરોની ઓછી હાજરી જોવા મળી રહી છે. જાહેર પરિવહન કમિટિના ચેરમેન રમિલાબેન પટેલે જણાવ્યું કે, દરેક વિસ્તારમાંથી બસ શરૂ કરવાની માંગણીઓ કરવામાં આવી રહી છે. બસ સેવા બંધ હોવાથી રિક્ષાવાળાઓ વધુ ભાડુ વસુલી રહ્યા છે તેમજ રિક્ષામાં સોશિયલ ડિસ્ટ્ન્સીંગ પણ જળવાતું નથી જેથી દરેક ઝોનમાં રેલવે સ્ટેશન સાથે જોડાયેલા રૂટ તબક્કાવાર શરૂ કરવા માટે તેઓએ સૂચના આપી હતી.
ફરિયાદો-રજૂઆતોના સંકલન માટે મનપાના ઝોનવાઈઝ કોર્પોરેટરોનું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું
સુરત: મનપાની ચૂંટણી બાદ નવા સભ્યો ચૂંટાઈને આવ્યા ત્યારથી અધિકારીઓ અને નવા કોર્પોરેટરો વચ્ચે યોગ્ય સંકલન થઈ શક્યું નથી. કોરોનાકાળમાં હજી સુધી કોઈ મીટિંગ પણ રૂબરૂ બોલાવવામાં આવી નથી. જેથી ઘણી વખત નવા ચૂંટાયેલા સભ્યોને તેમના વિસ્તારોની સમસ્યા અંગે અધિકારીઓને ફોન કરતા હોય, તો તેઓના ફોન સુંદ્ધા અધિકારીઓ લેતા ન હોવાની ફરીયાદો નગરસેવકો કરી રહ્યા છે.
- ગ્રુપમાં જે તે ઝોનના કોર્પોરેટરોની સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ પણ રહેશે
- ફરિયાદો અને રજૂઆતોના નિકાલ કર્યા બાદ અધિકારી ગ્રુપમાં જ જાણ કરશે
જેના પગલે મેયરે તમામ ઝોનવાઈઝ મીટિંગ શરૂ કરી છે. જેથી અધિકારીઓ અને નગરસેવકો વચ્ચે પરિચય થાય. સાથે જ હવે તમામ ઝોનવાઈઝ વોટ્સઅપ ગ્રુપ બનાવી દેવામાં આવ્યા છે. જેમાં દરેક ઝોનના ગ્રુપમાં નગરસેવકો, તમામ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ હશે. જેથી કોઈ પણ સમસ્યા અંગે નગરસેવકો સીધા ગ્રુપમાં જ ફરીયાદ કરી શકશે. જેનો નિકાલ આવતા અધિકારી પણ જે-તે ગ્રુપમાં જાણ કરશે.