સુરત: અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના (MumbaiAhmedabadBulletTrain) ટ્રેક નાંખવાની અને સ્ટેશન બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે 12 સ્ટેશન બનાવવાનું પ્લાનિંગ છે, જેમાં ગુજરાતની હદમાં 8 સ્ટેશન છે. સુરતમાં પણ એક સ્ટોપેજ અપાયું છે. બુલેટ ટ્રેનનું સૌથી પહેલું સ્ટેશન સુરતમાં 2024માં ખુલ્લું મુકવાનો ટાર્ગેટ છે, ત્યારે આ સ્ટોપેજ માટે સ્ટેશન બનાવવાની કામગીરી સુરતમાં પૂરજોશમાં ચાલી રહી છે.
સૂચિત હાઈ-સ્પીડ રેલ કોરિડોરની કુલ લંબાઈ 508.17 કિ.મી. છે. અને તે મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાંથી પસાર થશે. 12 સૂચિત સ્ટેશનો મુંબઈ (BKC), થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતી છે. જેમાંથી 8 સ્ટેશન ગુજરાતમાં અને બાકીના 4 મહારાષ્ટ્રમાં આવે છે. ગુજરાતમાં પ્રોજેક્ટનાં તમામ આઠ સ્ટેશનની બાંધકામ પ્રક્રિયાઓ પૂરજોશમાં ચાલી રહી છે. સુરત પ્રથમ સ્ટેશન હશે, જે આગામી 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
દેશના સૌથી મોટા ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી આ ટ્રેનના સ્ટોપેજ માટે સુરત નજીકના અંત્રોલીની પસંદગી કરવામાં આવી છે. અહીં પૂરજોશમાં સ્ટેપેજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
દરેક શહેરની ઓળખ મુજબ સ્ટેશન બનાવાશે
- ભરૂચમાં કપાસના વણાટને અનુરૂપ ડિઝાઈન: સૌથી જૂનું શહેર ભરૂચ સ્ટેશન માટે ૧૫૦ વર્ષ જૂની કળા અને તેના કલાકારોના માન આપતા કપાસના વણાટ હેઠળ ડિઝાઇન કરવામાં આવશે.
- વડોદરા માટે વડવૃક્ષની ડિઝાઈન: વડોદરા શહેરનું નામ ‘વડ વૃક્ષ’ રાખવામાં આવ્યું છે. વડોદરા એચએસઆર સ્ટેશનની આગળના ભાગની ડિઝાઇન ‘બનિયન ટ્રી’ની પ્રોફાઇલ અને પર્ણસમૂહ પ્રેરિત બનાવવામાં આવશે.
- અમદાવાદમાં સીદી સૈયદની જાળી અને ગાંધીજીના ચરખા જેવી ડિઝાઈન: અમદાવાદ સ્ટેશનનો આગળનો ભાગ ‘ સીદી સૈયદની જાળી’ જેવો અને સાબરમતી સ્ટેશન પર આગળનો ભાગ સફેદ સોય સાબરમતી આશ્રમના મહાત્મા ગાંધીના ચરખા જેવો બનાવવામાં આવશે. માટે દિવસે નહીં પણ રાત્રે પણ ચક્રનો દેખાવ અપાશે.
- સુરતમાં ડાયમંડ થીમ પર બનશે સ્ટેશન: હીરા ઉદ્યોગ તાંત્રિકે જાણીતા સુરત ખાતે હાઈ-સ્પીડ રેલવે સ્ટેશનનું થિમ “ડાયમંડ” પર આધારિત હશે.
- બીલીમોરામાં મેંગો થીમ: તેમજ દેશ અને દુનિયામાં કેરીનો બગીચો ગણાતું પ્રખ્યાત બીલીમોરાની “મેંગો” થિમ તૈયાર કરવામાં આવશે.
- આણંદમાં મિલ્ક થીમ: શ્વેતક્રાંતિ માટે આણંદ “મિલ્ક” થિમ બનાવાશે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Bullet Train) સ્ટેશનનો આગળના ભાગની ડિઝાઇન શહેરની સ્થાનિક વિશેષતાને ધ્યાને લઈ બનાવવામાં આવી રહી છે. 150 વર્ષ જૂની કળા અને કપાસ વણાટ માટે ભરૂચ શહેર, હીરા ઉદ્યોગ માટે સુરત, કેરીના વ્યવસાય માટે બીલીમોરા અને દૂધ દ્વારા શ્વેતકાંતિનું શહેર આણંદ સહિત ગુજરાતના આઠ તાલુકામાં સ્થાનિક આર્કિટેક્ચરને ધ્યાને લઈને ડિઝાઇન તૈયાર કરી બુલેટ ટ્રેન સ્ટેશનો (Station) રૂપ-રંગ તૈયાર કરાશે. નવી ડિઝાઈનમાં દરેક સ્ટેશનણી ચોક્કસ કાર્યાત્મક જરૂરિયાતોને સ્ક્રીનથી તૈયાર કરાઈ છે જેમાં સ્કેલ, વોલ્યુમ અને સામગ્રીના સાઈટથી વિશિષ્ટ હશે. સ્ટેશનના અગ્ર ભાગની ડિઝાઇન શક્ય હોય ત્યાં બાહ્ય આકાશનાં દૃશ્યો સાથે મુસાફરોના વિસ્તારોમાં પ્રવેશતા સંપૂર્ણ કુદરતી પ્રકાશની સુવિધા આપવા આવે એવું પ્લાનિંગ કરાયું છે.