સુરતનું રૂપિયા 6970 કરોનું ડ્રાફ્ટ બજેટ જાહેર, એક ક્લીકમાં વાંચો બજેટની હાઈલાઈટ્સ

સુરત: (Surat) આજે સુરત મનપા કમિશનર બંછાનિધિ પાનીએ (SMC Commissioner) વર્ષ 2022-23નું અંદાજિત ડ્રાફ્ટ બજેટ (Draft budget) રજૂ કર્યું છે. રૂપિયા 6970 કરોડના કુલ બજેટમાં કેપિટલ (Capital) બજેટ 3183 કરોડ અંદાજવામાં આવ્યું છે. આજના બજેટમાં કમિશનરે સુરત શહેરને વૈશ્વિક દરજ્જાની સ્માર્ટ સિટી (Smart City) બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરતા કહ્યું હતું કે, કોવિડ (Covid) બાદ સુરત શહેરની સ્થિતિ બદલાઈ છે. કમિશ્નર જણાવ્યું કે કોરોનામાંથી (Corona) બહાર આવી રહેલું સુરત વિશ્વના અગ્રીમ શહેરો માં સ્થાન પામે છે. સસ્ટેનબલ સિટીને (Sustainable city) ધ્યાનમાં રાખી બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. મનપા કમિશનરના બજેટમાં વેરાના દરોમાં કોઈ વધારો નહીં. યુઝર ચાર્જમાં 12.47 કરોડનો વધારો કરાયો છે જ્યારે ઈલેક્ટ્રીક વાહનોમાં રજિસ્ટ્રેશન માફી અપાઈ છે.

બજેટમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરના તમામ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા પર ભાર મૂકયો છે. ટેક્નોલોજી (Technology) અને ટ્રાન્સફરમેટીવ પ્રોજેક્ટના અમલથી માળખાયી સુવિધાઓની ગુણવત્તામાં વધારો કરવાનો પ્રયાસ કરાશે.

સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ-2030 હેઠળ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા અમૃત 2.0 તથા સ્વચ્છ ભારત મિશન (અર્બન) 2.0ના માપદંડના અમલ હેઠળ સુરત શહેરને ઈકો સિટી, આત્મનિર્ભર સિટી બનાવવા તરફ વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત રિસાયકલિંગ-રિયૂઝ ઓફ વોટર, રીન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી, એર ક્વોલિટી સુધારણા, વોટર કન્ઝર્વેશન, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, રિજ્યુવેન્સન ઓફ વોટર, વેસ્ટ વોટર મેનેજમેન્ટ પ્લાન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન, સર્વિસ લેવલ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન, વોટર બેલેન્સ પ્લાન તથા ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ ઉપર વિશેષ ભાર મૂકયો છે.

બજેટમાં આ જોગવાઈ કરવામાં આવી

  • પ્રાયોગિક ધોરણે એક આખા વિસ્તારને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ખાનગી એજન્સીને સોંપવાના કોન્સેપ્ટ માટે જોગવાઇ.
  • શહેરના નવા 8 વિસ્તારમાં 24 કલાક પાણી યોજના માટે 86 કરોડ ની જોગવાઈ.
  • વોટર ફ્રન્ટ ડેવલપમેન્ટ હેઠળ રિવર ફ્રન્ટ, ડુમસ સી ફૈસ ડેવલોપમેન્ટ, કેનાલ અને ખાડી રિડેવલોપમેન્ટ, તેમજ 25 તળાવોનો વિકાસ કરાશે.
  • હાલ માં સચિન અને પાંડેસરા ના ઉદ્યોગોને ટ્રીટેડ પાણી આપી આવક કરાય છે તેમ પલસાણા અને હજીરાના ઉદ્યોગોને પણ સુએજનું ટ્રીટેડ પાણી આપી આવક ઊભી કરશે.
  • ઇલેક્ટ્રિક વાહનો માટે smc ના પે અનેન્ડ પાર્ક માં ફ્રી પાર્કિંગની જોગવાઈ.
  • જુદી જુદી યોજનાઓ હેઠળ મનપા 20 હજાર થી વધુ આવાસ બનાવશે.
  • કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ માટે 611 કરોડની જોગવાઈ.
  • જુદી જુદી યોજનાઓ હેઠળ મનપા 20 હજાર થી વધુ આવાસ બનાવશે.
  • નવા 27 બ્રિજ માટે ફીજીબિલી રીપોર્ટ ની જોગવાઇ.
  • શહેરમાં તાપી નદી પર 1 બ્રિજ, 5 ફ્લાય ઓવર, 3 અંડર બ્રિજ અને બાકીના ખાડી બ્રિજ બનાવાશે.
  • દિવ્યાંગ માટે smc ની બસ સેવામાં ફ્રી મુસાફરીની જોગવાઈ
  • શહેરમાં 76 km નો સાયકલ ટ્રેક બનાવાશે.
  • 60 ઠેકાણે ડિજીટલ હોર્ડિંગ્સ મુકાશે
  • મિલકતવેરામાં ઓનલાઈન સેલ્ફ એસેસમેન્ટની જોગવાઈ.
  • નવા 500 સીસીટીવી કેમેરા મુકાશે

Most Popular

To Top