SURAT

સુરતમાં 15 મીટરથી વધુ ઉંચાઇ ધરાવતી BUC વગરની આટલી ઇમારતો પર મનપાની તવાઇ આવશે

સુરત: (Surat) રાજયમાં 15 મીટરથી વધુ ઉંચાઇ ધરાવતી ઇમારતોમાં બીલ્ડીંગ યુઝ સર્ટી (BUC) વગર ઉપયોગ સામે જાહેર હિતની અરજી હાઇકોર્ટમા (High Court) દાખલ થઇ છે, તેથી કોર્ટ દ્વારા આવી મિલકતો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હોય મનપા કમિશનર બંછાનીધિ પાની દ્વારા પણ શહેરમાં આવી મિલકતો સામે કાર્યવાહી કરી તાકીદે રીપોર્ટ કરવા તમામ ઝોનના અધિકારીઓને સુચના આપવામાં આવી છે.

  • શહેરમાં 15 મીટર કે તેથી વધુ ઉચાઇ ધરાવતી, બીયુ સર્ટી વગરની 384 મિલકતો પર મનપાની તવાઇ આવશે
  • 10મી તારીખે હાઇકોર્ટમાં રીપોર્ટ રજુ કરવાનો હોવાથી પાંચમી માર્ચ સુધીમાં રીપોર્ટ કરવા મનપા કમિશનરનો આદેશ

વિસ્તૃત વિગતો મુજબ બીયુ સર્ટી વગરની મિલકતોના વપરાશને કારણે લોકોના જીવ જોખમમાં મુકાતા હોવાનું કારણ આપી હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી કરવામાં આવી છે જેમાં રાજય સરકારને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. ગત તારીખ 15મી ફેબ્રુઆરીના રોજ આ કેસમાં હાઇકોર્ટમાં સુનાવણી હતી જેમાં કોર્ટ દ્વારા 15 મીટર કે તેથી વધુ ઉંચાઇ ધરાવતી બીયુ સર્ટી વગરની મિલકતો સામે થયેલી કાર્યવાહીની વિગતો સાથે 10મી માર્ચના રોજ થનારી સુનાવણીમાં હાજર રહેલા આદેશ કર્યો છે. જેના પગલે મનપા કમિશનર દ્વારા પણ તમામ ઝોનના અધિકારીઓને શહેરમાં આવી મિલકતો સામે કાર્યવાહી કરી 5મી તારીખ સુધીમાં રીપોર્ટ રજુ કરવા આદેશ કર્યો છે. અત્રે ઉલ્લખનીય છે કે, શહેરમાં બીયુ સર્ટી ના લેવાઇ હોય તેવી 384 મિલકતો ડીસેમ્બર 2020 સુધીમાં નોંધાઇ છે. જેમાં 354 રહેણાંક, 8 કોર્મસીયલ અને અન્ય 22 મિલકતોનો સમાવેશ થાય છે. જેની સામે કડક કાર્યવાહીના એંધાણ વર્તાઇ રહયા છે.

  • કયા ઝોનમાં કેટલી મિલકતો સામે કાર્યવાહી થઇ શકે
  • સેન્ટ્રલ : 217
  • કતારગામ : 49
  • વરાછા-એ : 23
  • વરાછા-બી : 10
  • લિંબાયત : 12
  • ઉધના : 29
  • અઠવા : 26
  • રાંદેર : 17
  • સેન્ટ્રલ ટીડીઓ : 12

Most Popular

To Top