SURAT

સુરત: કતારગામમાં એક BRTS પાછળ બીજી BRTS બસ ઘડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત, બેનાં મોત

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા સંચાલિત BRTS બસ દ્વારા કતારગામ વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. કતારગામ વિસ્તારમાં GIDC ખાતે પ્રમુખ સ્વામી બ્રિજ (Bridge) ઉતરતા બે BRTS બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાળમુખી બનેલી બસ બીઆરટીએસ બસ આગળ ઉભેલી બીજી બીઆરટીએસ બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બે બસ વચ્ચે ઉભેલા બાઈક ચાલકો અને ટેમ્પો અડફેટે આવ્યા હતા. આ ગોઝારી દુર્ઘટનામાં બે વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. ઘાયલોને કિરણ હોસ્પિટલ લઈ જવાયા હતા. ઘટનાની જાણ થતાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા કીરણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

સુરતના કતારગામ વિસ્તારમાં GIDC ખાતે પ્રમુખ સ્વામી બ્રિજ ઉતરતા રસ્તા પર બે ઇલેક્ટ્રિક BRTS બસ ધડાકાભેર અથડાઈ હતી. એક બીઆરટીએસ બસની પાછળ બીજી બીઆરટીએસ બસ ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં બંને બસની વચ્ચે કેટલાક બાઈક ચાલકો ઉભા હતા જેઓ આ ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. દુર્ઘટનામાં ટેમ્પો અને રીક્ષા પણ અડફેટે આવી હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે. ચાર લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ ત્યારબાદ તેઓને કિરણ હોસ્પિટલમાં રેફર કરાયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માત એટલો ગંભીર હતો કે બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

Most Popular

To Top