SURAT

સુરતના આ વિસ્તારમાં થાઈલેન્ડથી યુવતીઓ બોલાવી સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું

સુરત: (Surat) સુરતમાં ફરી એક વાર સ્પાની આડમાં ચાલતુ કૂટણખાનું (Brothel) ઝડપાયું છે. વેસુ વીઆઈપી રોડ ખાતે એલાન્ટા બિઝનેસ હબમાં આવેલા સ્પામાં સ્થાનિક પોલીસના સર્વલન્સ સ્ટાફે દરોડા પાડી અહીં ચાલી રહેલા ગોરખધંધાનો પદાફાર્શ કર્યો હતો. પોલીસે ત્રણ સંચાલક સહિત નવ જણાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ટુરિસ્ટ વિઝા ઉપર થાઈલેન્ડથી યુવતી (Thai Girl) બોલાવતા હતા. ગ્રાહક દીઠ એક હજારની વસૂલાત કરતા હતા અને યુવતીને 500 રુપિયા આપતા હતા. સ્પામાંથી (Spa) થાઈલેન્ડની પાંચ યુવતીઓ (Girls) મળી આવી હતી. શહેરના વેસુ વીઆઈપી રોડ પર લક્ઝરીયા સલૂન એન્ડ વેલનેસ સ્પાની આડમાં છેલ્લા 10 મહિનાથી ચાલતું કુટણખાનુ ઝડપી પાડ્યું હતું. સ્પામાંથી 5 થાઈલેન્ડની યુવતીઓ, 6 ગ્રાહકો, સ્પા સંચાલક, મેનેજર સહિત 9ની ધરપકડ કરી હતી. સ્પાના કાઉન્ટરમાંથી 18,500 રોકડ, 19 કોન્ડમ, 10 મોબાઈલ મળી કુલ 3.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ખટોદરા પોલીસ પેટ્રોલીંગમાં હતા દરમિયાન તેમને મળેલી બાતમીના આધારે વીઆઈપી રોડ એલાન્ટા બિઝનેશ હબમાં આવેલ લક્ઝરીયા સલુન એન્ડ વેલ્નેશ સ્પામાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન દુકાનમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. સ્પાના આડમાં કૂટણખાનું છેલ્લા 10 મહિનાથી ચલાવતા હતા. સ્પામાં આઠ કેબિન બનાવવામાં આવી હતી. જેમાં એક કેબિનમાં દલાલ બેસતો હતો. ગ્રાહક દીઠ એક હજાર રૂપિયા વસૂલતા હતા. જેમાંથી 500 રૂપિયા સંચાલક પોતે રાખતા અને 500 યુવતીને આપતા હતા.

પોલીસે સ્પાના ત્રણ સંચાલક અને છ ગ્રાહક મળી નવ જણાની ધરપકડ કરી હતી. જ્યારે થાઈલેન્ડની યુવતીઓને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સ્પાની આડમાં ચાલતા કુટણખાનાઓનો પોલીસે ઘટસ્ફોટ કર્યો છે. અગાઉ પોલીસે અવાર નવાર સ્પામાં રેડ પાડી ગોરખધંધાનો પદાફાર્શ કયો છે ત્યારે વેસુમાં વધુ એક ગોરખધંધો પકડાયો હતો.

સ્પાના સંચાલક અને થાઈ યુવતીઓ સમેત 9નાં જામીન નામંજૂર

વેસુના કેનાલ રોડ ઉપર આવેલા એટલાન્ટા બિઝનેસ હબમાં ખટોદરા પોલીસે કુટણખાનુ પકડી પાડ્યું હતું. પોલીસે અહીં પાંચ થાઈલેન્ડની યુવતી સહિત કુલ્લે 9 લોકોની ધરપકડ કરી હતી. ખટોદાર પોલીસે રાત્રીના સમયે દરોડો પાડ્યો હતો. જ્યાં પાંચ થાઇ યુવતીઓ ગ્રાહકોની સાથે શરીરસુખ માણી રહી હતી. પોલીસના દરોડા દરમિયાન આ પાંચેય વિદેશી યુવતી ગ્રાહકો તેમજ સ્પા સંચાલક અને મેનેજર સહિત કુલ્લે 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. તમામએ જામીન મુક્ત થવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેની સામે સરકારી વકીલ બકુલ પરજીયાએ દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ તમામની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

Most Popular

To Top