સુરત: (Surat) વેસુ ખાતે આવેલા શુભ યુનિવર્સલમાં જાહેરમાં ચાલતા કુટણખાનાની (Brothel) સ્થાનિક વેપારીઓ અને રહીશોની ફરિયાદ બાદ દરોડા કરવામાં આવ્યા હતા. તેમાં મહારાષ્ટ્ર , મુંબઇ અને સિક્કમીમથી આવેલી યુવતીઓને પોલીસે છોડાવી હતી. વેસુ ખાતે આવેલા શુભ યુનિવર્સલ ખાતે ઉમરા પોલીસે (Police) ચાલતું વેશ્યાલય ઝડપી પાડ્યું છે. તેમાં મહિલા સુષ્મા નવનાથ કાંબલે આ સ્પા ચલાવતી હોવાની કબૂલાત કરવામાં આવી હતી.
- શુભ યુનિવર્સલમાં સરેઆમ ચાલતા કુટણખાનાની દુકાનદારો દ્વારા ફરિયાદ બાદ દરોડા
- મહારાષ્ટ્ર , મુંબઇ અને સિક્કમીમથી આવેલી યુવતીઓને પોલીસે છોડાવી
- દરોડા પડતાં જ મહિલા સંચાલક ફરાર
ઉમરા પોલીસે ડમી ગ્રાહક મોકલી રેડ કરી હતી. સ્પાનાં મેનેજર સુષ્મા નવનાથ કાંબલે અને વોન્ટેડ આરોપી નીરૂ ભૂપતસિંહ શર્મા દુકાનો ભાડેથી રાખી તેમાં સ્પાના નામે દેહવેપારનો ધંધો કરાવતો હોવાનું ઉમરા પોલીસે દરોડામાં પકડી પાડ્યું હતું. ઉમરા પોલીસે દેહ વેપારમાં ફસાયેલી બે લલનાને છોડાવી હોવાની વિગત જાણવા મળી છે.
સલાબતપુરામાં 20 વર્ષના યુવકનું 15 વર્ષના કિશોર સાથે શૌચાલયમાં સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય
સુરત : સલાબતપુરા ખાતે મચ્છી માર્કેટ પાસે રહેતા શ્રમજીવી પરિવારના 20 વર્ષના યુવકે તેની સાથેના 15 વર્ષના કઢંગી સાથે ગઈકાલે શૈચાલયમાં લઈ જઈ સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
- 20 વર્ષના યુવકનું 15 વર્ષના કિશોર સાથે શૌચાલયમાં સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય
- શૌચાલયનો વોચમેન બંનેને કઢંગી હાલતમાં જોઈ જતા કિશોરના પિતાને જાણ કરી
સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સાહેલ ઉર્ફે સન્નિા રાજેશભાઇ દંતાણી (ઉ.વ.20, રહે. મચ્છી માર્કેટ તારવાડી મસ્જીદની બાજુમા સલાબતપુરા) ની સામે 15 વર્ષના કઢંગી સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સાહેલના ઘર પાસે રહેતો 15 વર્ષીય કઢંગી શ્રમજીવી પરિવારમાંથી આવે છે. ગઈકાલે રાત્રે સાહેલ કઢંગીને માર્કેટ પાસે આવેલા શૌચાલયમાં લઈને ગયો હતો. ત્યાં કઢંગી સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. ત્યારે શૈચાલયનો વોચમેન તેમને કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. જેથી વોચમેને કઢંગીના પિતાને ઘટનાની જાણ કરી હતી. જેથી કઢંગીના પિતાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.