સુરત: (Surat) શહેરના ડિંડોલી વિસ્તારમાં મહિલા પોતાના ફ્લેટમાં કુટણખાનું (Brothel) ચલાવતી હતી. તેવીજ રીતે ઘોડદોડ રોડ પણ ફ્લેટમાં કુટણખાનું ચાલતું હતું. બંને સ્થળે પોલીસે રેઈડ (Police Raid) કરીને કાર્યવાહી કરી હતી.
- ડિંડોલી અને ઘોડદોડ રોડ પર ફ્લેટમાં ચાલતા કુટણખાના ઉપર દરોડા
- ડિંડોલીમાં મહિલા અને ગ્રાહકની તથા ઘોડદોડ રોડ પર એક લલના મુક્ત કરાવી
ઍન્ટી હ્યુમન ટ્રેફિકિંગ યુનિટની ટીમે ગઈકાલે ડીંડોલી ખરવાસા રોડ પાસે આવેલા માર્ક પોઇન્ટ કોમ્પલેક્ષમાં નેશનલ મેડીકલની ઉપર આવેલા બીજા માળે ફલેટ નં.સી/૧૧૨મા રેઇડ કરી હતી. જ્યા સંચાલક પ્રેમિલાબેન ઉર્ફે સીમા છોટુભાઇ વસાવા (રહે-માર્ક પોઇન્ટ ડીંડોલી) એ પોતાના ફલેટમાં કુટણખાનું ચલાવી રહી હતી. રેઇડ કરી પોલીસ દ્વારા ગ્રાહક ધર્મેશભાઇ ભરતભાઇ પટેલ (રહે-સણીયા કણદે ડીંડોલી રોડ) ની ધરપકડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી બે લલનાઓ મુક્ત કરાવી હતી.
બીજા બનાવમાં ઘોડદોડ રોડ પાસે રાજ ઘરાના જ્વેલર્સની પાછળ આવેલા ધનરાજ ઍપાર્ટમેન્ટના ત્રીજા માળે ફલેટ નં.૩૦૪ ખાતે રેઇડ કરી હતી. અને એક લલનાને મુક્ત કરાવી હતી. આ ફલેટમાં સંચાલક વિમલેશ ઉર્ફે સચીન મુનિન્દ્ર સાહુ (રહે. ધનરાજ ઍપાર્ટમેન્ટ, રંગીલા પાર્ક ધોડદોડ રોડ) ગ્રાહકોને લલના સુધી પહોંચાડી દેહ વેપાર કરાવતો હતો. પોલીસે ધંધો ચલાવનાર મુળ માલિક સતિષકુમાર ઉર્ફે સાગર ઇશ્વર મંડળ અને એજન્ટ રજનીશ શાહુ વિગેરેને વોન્ટેડ જાહેર કર્યા છે.
સિંગણપોરના શુકન એપાર્ટમેન્ટના ફ્લેટનું તાળુ તોડીને 2.67 લાખની ચોરી
સુરત: સિંગણપોર હરિદર્શન ખાડો પાસે આવેલા ફ્લેટનું મુળ માલીકે તેના સંબંધીઓ સાથે મળી તાળુ તોડી ફ્લેટમાંથી 2.67 લાખની ચોરી કરી નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિંગણપોર સહજ કોર્નર ખાતે રહેતા 56 વર્ષીય શાંતીભાઈ નાનાલાલ લશ્કરી ભવાની સર્કલની ફુલ માર્કેટની પાછળ ઍમ્બ્રોઈડરી મશીન ચલાવે છે. તેમને ગઈકાલે પરેશ હિંમત માણીયા (રહે, આશિષ રો હાઉસ જહાંગીરપુરા), પ્રીત પરેશ માણીયા, શિવ પિયુષ પટેલ (રહે,જહાંગીરપુરા), લાભુબેન જીતેન્દ્ર ગોપાણી, જીતેન્દ્ર મઠા ગોપાણી (રહે, આંજણા ચોક અમદાવાદ), પરેશ અને તેની ભાભી તથા સ્વીફ્ટ કારમાં આવેલા ત્રણ અજાણ્યાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2010 માં સિંગણપોર હરિદર્શનનો ખાડો શુકન એપાર્ટમેન્ટમાં ફ્લેટ ખરીદ્યી તેના રોકડા 6.41 લાખ ચુકવ્યા હતા. બાકીના રૂપિયા હપ્તાથી પરેશ મણીયા (પટેલ)ને દર મહિને ચુકવતા હતા. આ ફ્લેટમાં હાલ શાંતીભાઈના બનેવી રહે છે. આરોપીઓ તેના બનેવીને ફ્લેટ ખાલી કરવા અવાર નવાર ધમકી આપતા હતા. ગત 6 થી 23 ઓગસ્ટના સમયગાળામાં આરોપીઓએ ફ્લેટમાં કોઈ હાજર નહોતુ ત્યારે દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી વીટી, સોનાની ચેઈન, મંગળસુત્ર મળી કુલ 2.67 લાખની મત્તા ચોરી કરી ગયા હતા. આ ફ્લેટ મામલે કોર્ટમાં દાવો પણ ચાલી રહ્યો છે. ત્યારે આરોપીઓ દ્વારા કરવામાં આવેલી હરકત અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.