સુરત: (Surat) શહેરના ઉધના દરવાજા ખાતે મકાનમાં ચાલતા કુટણખાના (Brothel) ઉપર સલાબતપુરા પોલીસે (Police) રેઈડ કરી હતી. અને ત્યાંથી 4 લલનાઓને મુક્ત કરાવી મહિલા સંચાલીકા, દલાલ અને એક ગ્રાહકની ધરપકડ કરી હતી. તથા મુખ્ય સંચાલકને વોન્ટેડ (Wanted) જાહેર કરાયો હતો.
- ગ્રાહકોને ટોકન આપી અંદર મોકલી બહારથી શટર બંધ કરી દેતા હતા
- ગ્રાહકે આપેલું ટોકન લલનાઓ કાઉન્ટર ઉપર જમા કરાવે એટલે 200 રૂપિયા આપતા
ઉધના દરવાજા દરગાહની સામે સ્ટુડીયો સલુનની ઉપર નવરંગ બિલ્ડીંગના પહેલા માળે અબ્દુલકલામ ઉર્ફે સાગર અક્કા શેખ બહારથી છોકરીઓ બોલાવી દેહવેપારનો ધંધો કરાવતો હોવાની બાતમી સલાબતપુરા પોલીસને મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવી હતી ત્યારે હેર સલુનની બાજુમાં એક નાનું શટર બંધ હતું. થોડીવારમાં એક વ્યક્તિ બાઈક પર આવીને શટર પાસે ઉભો હતો. બાદમાં એક દાઢીવાળો વ્યક્તિ આવીને બંને વચ્ચે વાતચીત થતા દાઢીવાળા વ્યક્તિએ શટરનું તાળુ ખોલી આવેલા વ્યક્તિને અંદર મોકલી શટર બંધ કરી લીધું હતું.
બાદમાં પોલીસે રેઈડ કરીને આ દાઢીવાળા વ્યક્તિને પકડી પાડી તેનું નામ પુછતા ફીરોઝ દાદા પીર (ઉ.વ.35, રહે.આશાપુરી સોસાયટી, પાંડેસરા તથા મુળ કેરલા) હોવાનું જણાવ્યું હતું. તેની પુછપરછ કરતા તેના શેઠ અબ્દુલકલામ ઉર્ફે સાગર અક્કાસ શેખ (આશાપુરી સોસાયટી, પાંડેસરા) અને રેખા સુનીલ મંડલ (ઉ.વ.43, રહે.એવરગ્રીન સોસાયટી) દ્વારા મકાન ભાડે રાખ્યું હતું. અને ત્યાં ત્રણ રૂમમાં બહારથી લલનાઓ બોલાવી અને ગ્રાહકો લાવી દેહવેપારનો ધંધો કરે છે. બાદમાં શટર ખોલાવી ઉપર જતા એક ગ્રાહક મુકેશ વલ્લભભાઈ પટેલ (ઉ.વ.46, રહે. શીવાલી હાઈટ્સ, સીંગણપોર ગામ) મળી આવ્યો હતો.
ફીરોઝ ગ્રાહકોને પહેલા લલનાઓ બતાવે છે. લલના પસંદ આવે પછી ગ્રાહક પાસેથી 800 થી 1000 રૂપયા લે છે. અને તેમને એક ટોકન આપે છે. આ ટોકન ગ્રાહકો અંદર જે લલના સાથે શરીર સુખ માનવાનું હોય તેમને આપે છે. આ ટોકન લલનાઓ બહાર કાઉન્ટર ઉપર રેખાબેન મંડળને આપતી હતી. અને એક ટોકનના લલનાને 200 રૂપિયા આપતા હતા. ગ્રાહક અંદર જાય એટલે બહારથી શટર બંધ કરી દેવાતું હતું. અબ્દુલકલામ ઉર્ફે સાગર અક્કાસ શેખ (આશાપુરી સોસાયટી, પાંડેસરા) ને વોન્ટેડ જાહેર કરાયો છે.
ભીમરાડ કેનાલ પર એટલાન્ટા શોપીંગ મોલમાં બ્લ્યુ હેવન સ્પાની આડમાં કુટણખાનું પકડાયું
અલથાણ ભીમરાડ કેનાલ રોડ પર એટલાન્ટા શોપીંગ મોલના બીજા માળે બ્લ્યુ હેવનના નામે સ્પાની આડમાં દેહવેપાર ચાલતો હોવાની બાતમી અલથાણ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી વોચ ગોઠવી હતી. બાદમાં રેઈડ કરતા ત્યાં ચાર રૂમ બનાવેલી હતી. કાઉન્ટર પર બેસેલા વ્યક્તિનું નામ પુછતા રોનક મહેશ પટેલ (ઉ.વ.25, રહે.હર્ષ બંગ્લોઝ સોસાયટી, ડિંડોલી) હોવાનું તથા પોતે સ્પા ભાડેથી ચલાવતો હોવાનું કહ્યું હતું. તે ગ્રાહકો પાસેથી 500 રૂપિયા લઈને લલનાઓને 500 રૂપિયા આપતો હતો. અને પોતે 500 રૂપિયા કમિશન લેતો હતો. પોલીસે ત્યાંથી બે લલનાઓને મુક્ત કરાવી હતી.