SURAT

નવા વર્ષમાં સુરતીઓને આ વિસ્તારમાં બે નવા બ્રિજની ભેટ મળશે

સુરત: (Surat) સુરત શહેર (Surat City) એ બ્રિજ સિટી (Bridge City) તરીકે ઓળખાય છે. સુરત શહેરમાં હાલમાં કુલ 115 બ્રિજ કાર્યરત છે અને નવા વર્ષમાં તુરંત જ શહેરીજનોને નવા 2 બ્રિજની ભેટ મળશે. જેમાં સુરત-મુંબઈ વેસ્ટર્ન રેલવે (Western Railway) મેઈન લાઈન ઉપર રેલવે ગરનાળા ઉપરના સહારા દરવાજા મલ્ટી લેયર ફ્લાય ઓવર બ્રિજ કે જે રૂા. 133.50 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે તેમજ તાપી નદી ઉપરના મોટા વરાછાથી વરાછા વોટર વર્કસને લાગુ વરાછા ખાડી સુધી રીવર બ્રિજ કે જે રૂા. 114 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે આ બંને બ્રિજની સોગાત શહેરીજનોને નવા વર્ષમાં થશે. તે ઉપરાંત શહેરમાં 19 જેટલા બ્રિજની કામગીરી ચાલુ છે. જણાવી દઈએ કે શહેરમાં હાલમાં કુલ 115 બ્રિજ કાર્યરત છે, જેમાં 14 રિવર બ્રિજ અને 28 ફ્લાયઓવર બ્રિજ છે.

  • રેલવે ગરનાળા ઉપરના સહારા દરવાજા મલ્ટી લેયર ફ્લાય ઓવર બ્રિજ રૂા. 133.50 કરોડના ખર્ચે બનાવાયો
  • મોટા વરાછાથી વરાછા વોટર વર્કસને લાગુ વરાછા ખાડી સુધી રીવર બ્રિજ રૂા. 114 કરોડના ખર્ચે તૈયાર કરાયો
  • શહેરમાં હાલમાં કુલ 115 બ્રિજ કાર્યરત છે, જેમાં 14 રિવર બ્રિજ અને 28 ફ્લાયઓવર બ્રિજ છે
  • નવા વર્ષમાં તુરંત જ શહેરીજનોને નવા 2 બ્રિજની ભેટ મળશે

આ 19 બ્રિજની કામગીરી હાલમાં ચાલુ
લિંબાયતમાં ડીંડોલી-ખરવાસા રોડ અને મીડલ રિંગરોડ જંક્શન સાઈ પોઈન્ટ પાસે ફ્લાય ઓવર બ્રિજ, અઠવા ઝોનમાં એસવીએનઆઈટી અને કારગીલ જંક્શન પર સર્કલ ફ્લાય ઓવર બ્રિજ, કતારગામમાં રત્નમાલા જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ, વરાછામાં સુરત-કામરેજ રોડ પર શ્યામધામ મંદિર જંક્શન પર ફ્લાય ઓવર બ્રિજ, એપીએમસી જંક્શન પર બ્રિજ, સીમાડા જંક્શન પર બ્રિજ, યોગીચોક જંક્શન પર બ્રિજ, વી.આઈ.પી જંક્શન પર ઉત્રાણ નજીક, બાપાસીતારામ જંક્શન પર ફ્લાયઓવર બ્રિજ, ઉધનામાં પત્રકાર કોલોની જંક્શન પર, લિંબાયતમાં ડીંડોલી માનસરોવર સોસાયટી પાસે રેલવે ઓવર બ્રિજ, સુરત-મુંબઈ રેલવે લાઈન પર રેલવે ઓવર બ્રિજ, અમરોલી-સાયણ રોડ પર કોસાડ-ક્રિભકો લાઈન રેલવે ઓવર બ્રિજ, ગોઠાણ નજીક રેલવે અંડરબ્રિજ, બમરોલી ડો.હેડગેવાર બ્રિજનું વાઈડનિંગ કામ, વરાછા શ્યામધામ સોસાયટી નજીક ખાડી બ્રિજ, પુણામાં નવો ખાડી બ્રિજ, અને લિંબાયતમાં માધવબાગ સોસાયટી પાસે ખાડી બ્રિજ

  • શહેરમાં હાલમાં કુલ 115 બ્રિજ કાર્યરત છે
  • બ્રિજ પ્રકાર કુલ કોસ્ટ
  • રીવર બ્રિજ 14 893.30
  • ખાડી બ્રિજ 61 165.12
  • ફ્લાય ઓવર 28 940.55
  • રેલવે ઓવર 12 471.63
  • કુલ 115 2470.60

Most Popular

To Top