પલસાણા : પલસાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળતા તેઓ પલસાણા ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ જતાં ને.હા.નં-48 પર ઓમ શિવમ હોસ્પિટલ સામે રોડ ઉપર પલસાણા પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબનો શખ્સ લીલા કલરના કોથળા લઈ ઊભા શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે કોથળામાં તપાસ કરતાં વિદેશી દારૂની કુલ 200 બોટલ કિંમત રૂ. 47,200નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં તે પોતાનું નામ ચંદ્રવલી ક્રિષ્નાબહાદુર સિંગ (હાલ રહે, શ્યામ કોમ્પ્લેક્ષ, અમરોલી, સુરત, મૂળ રહે, યુ.પી)નો હોવાનું જણાવ્યુ હતું અને આ વિદેશી દારૂનો જથ્થો મુંબઈની અલગ અલગ વાઇન શોપમાંથી ખરીદી કરી ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે રહેતા મુકેશ લંગડાને આપવા નીકળ્યોહતો. પલસાણા પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ ફોન મળી કુલ રૂ, 47,700નો મુદ્દામાલ કબ્જે કરી મુકેશ લંગડાને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બગુમરાથી વોન્ટેડ બુટલેગર ચીન્ટુ ફાયરિંગ ઝડપાયો
પલસાણા : પલસાણાનાં બગુમરા ગામની સીમમાં સાઈ વાટિકા સોસાયટી તરફ જવાના રોડ ઉપરથી જિલ્લા એસઓજીએ એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તેણે પોતાનું નામ ચીન્ટુ ઉર્ફે ચીન્ટુ ફાયરિંગ પ્રકાશભાઈ મોહોદ (રહે, સૂર્યાન્સી રેસિડન્સી બગુમરા ગામ, તા-પલસાણા, મૂળ રહે, ગજાનંદ નગર, અમરાવતી, મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યુ હતું અને તે છેલ્લા છ-સાત વર્ષથી સુરત ખાતે રહેતો હતો અનેપાંચ વરસથી ચોરી છૂપીથી વિદેશી દારૂનો ધંધો કરતો હતો. તેના મિત્ર અભિષેકસિંગ રાજપૂતએ તેને જણાવ્યું કે મારે છૂટકમાં વિદેશી દારૂની જરૂરિયાત છે. જેથી તે એક ખેપિયા પાસેથી વિદેશી દારૂ તથા બીયરની નાની મોટી બાટલી કુલ 615 મંગાવી હતી અને અભિષેકસિંગ રાજપૂતને આપી હતી. પરંતુ અભિષેકસિંહને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે ચીન્ટુ વોન્ટેડ હતો પોલીસે તેને ઝડપી પાડી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરમાં કારમાં સરઘસ કાઢી જાહેરનામાંનો ભંગ કરનાર ઈશ્વર વાંસફોડાનો સાગરિત કડોદરાથી ઝડપાયો
પલસાણા : પલસાણાના અંત્રોલી ગામે આવેલા ભૂરી ફળિયામાં રહેતો લિસ્ટેડ બુટલેગર ઈશ્વર રમેશ વાંસફોડા અગાઉ વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ હતો, જેને પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આ બુટલેગર જામીન પર છૂટ્યા બાદ 2021ના વર્ષમાં વિજય રમેશ વાંસફોડા, પ્રકાશ રમેશ વાંસફોડા, મહેશ સોમા વાંસફોડાએ તેના સાગરિતો સાથે ફોર વ્હીલ કારમાં જાહેરમાં સરઘસ કાઢી જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ ગુનામાં પોલીસે ઉપરોક્ત ચાર સહિત અન્ય શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે મહેશ ડાહ્યાભાઈ વાંસફોડાને વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે મહેશને કડોદરા બાલાજીનગર તરફ જવાના રસ્તા ઉપરથી ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.