SURAT

સુરતમાં 3 વર્ષના બાળકનું પાણીની ટાંકીમાં ડૂબી જતા મોત

સુરત: સુરતના (Surat) સચિન વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીંના તૃપ્તિનગરમાં એક 3 વર્ષના બાળકનું રહસ્યમય સંજોગોમાં મોત (Child Death) થયું છે. બાળક ગુરુવારની સાંજે મિત્રો સાથે રમતી વખતે ખોવાઈ ગયો હતો. મોડી રાત્રે બાળકનો મૃતદેહ (DeadBody) ટેરેસ (Terrace) પર પાણીની ટાંકીમાંથી (Water Tank) મળ્યો હતો. આટલો નાનો બાળક ટેરેસ પર પાણીની ટાંકી સુધી કેવી રીતે પહોંચ્યો? શું તેની સાથે બીજું કોઈ હતું કે કેમ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

  • સચિનના તૃપ્તિનગરની ઘટના: મૂળ યુપીના એમ્બ્રોઈડરીના કારીગરના માસૂમ દીકરાનું કમોત
  • લાડકા દીકરાના અચાનક મૃત્યુથી પરિવારજનો ઘેરા શોકમાં સરી પડ્યા
  • નવી સિવિલમાં મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ પોલીસે તપાસ શરૂ કરી

પ્રાપ્ત માહિતી અનુસાર સચિન તૃપ્તિ નગરમાં બાળ મિત્રો સાથે રમતો માસુમ ગુમ થયા બાદ ધાબા પરની પાણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળી આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. એટલું જ નહીં પણ ઘટનાની જાણ બાદ પોલીસે બાળકનું પોસ્ટ મોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

પિતા એ કહ્યું હતું કે ઘટના સમય એ તે કામ પર ગયા હતા. પરિવારે કહ્યું ગુમ થયા બાદ પાડોસ અને ગલીઓમાં શોધખોળ કર્યા બાદ ધાબા પર જતાં પાણીની ટાંકીમાંથી લાડકો દીકરો મૃત હાલતમાં મળી આવ્યો હતો.

સચિન કુમાર કોરી (મૃતક માસુમ ના પિતા) એ કહ્યું હતું કે બે સંતાનોમાં આર્યન ઉં.વ. 3) ગુરુવાર ની સાંજે બાળ મિત્રો સાથે રમતા રમતા ગુમ થઈ ગયો હતો. પરિવારે આખી સોસાયટી શોધી કાઢ્યા બાદ પણ એનો ક્યાંય પત્તો ન લાગતા આખરે ટેરેસ પર દોડ્યા હતા. જ્યાં પણ નહીં મળતા પાણીના ટાંકા માં નજર નાંખતા જ મળી આવ્યો હતો. સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે તેઓ એમ્બ્રોડરી કારીગર છે. યુપીના રહેવાસી છે. પરિવાર સાથે તૃપ્તિ નગરમાં રહે છે. ઘટના ને લઈ આશ્ચર્ય થાય છે. પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાને લઈ આખું પરિવાર અને સમાજ શોકમાં ગરકાવ છે.

Most Popular

To Top