SURAT

સુરતમાં આવનારા દિવસોમાં રક્તની અછત ન સર્જાય તે માટે વેક્સિનેશન પહેલા રક્તદાનની અપીલ

સુરતઃ (Surat) શહેરમાં વેક્સીનેશનની કામગીરી તબક્કાવાર કરવામાં આવી રહી છે. શહેરમાં અત્યારસુધીમાં હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને સીનીયર સીટીઝન, કો-મોર્બિડ તેમજ 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન (Vaccine) અપાઈ રહી હતી. પરંતુ હવે પહેલી મે થી 18 વષર્થી ઉપરના તમામને વેક્સીન આપવામાં આવશે. જેથી મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે કે, પહેલી મે થી 18 વર્ષ થી વધુના લોકો વેક્સિન લેતા પહેલા રક્તદાન (Blood Donation) અવશ્ય કરે, જેથી શહેરમાં કોરોના અને અન્ય બિમારીની સારવાર ધરાવતા દર્દીઓને બ્લડની જરૂર પડે તો કામમાં આવી શકે.

શહેરમાં હમણાં કોરોનાની સાથે સાથે અન્ય બિમારીની પણ સારવાર કરવામાં આવી રહી છે. હાલની પરિસ્થિતિમાં બ્લડની અછત થઇ રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકાએ સુરતીઓને અપીલ કરી છે કે 1 મે 2021 થી 18 વર્ષ થી વધુના લોકો વેક્સિન લેતા પહેલા રક્તદાન અવશ્ય કરવું જોઇએ. ખાસ કરી બ્લડની વધુ જરૂરીયાત સગર્ભા મહિલાઓને વધુ જરૂર પડે છે જેથી યુવા વર્ગને એક અપીલ કરવામાં આવી છે કે, રક્ત દાન મહાદાન છે જેથી રક્તદાન કરી બાદમાં વેક્સિન લેવી જેથી અન્ય લોકોને મદદરૂપ બની શકાય. જીવ તમા૨ા ૨કતથી બચી શકશે. પહેલી મે થી 18 વર્ષ થી ઉપરના તમામ વ્યક્તિઓ વેક્સિન આપવાની કામગીરી શરૂ થવાની હોય, વેક્સિન લીધા બાદ 3 માસ સુધી વેક્સિન લેનાર વ્યક્તિ બ્લડ ડોનેશન કરી શકાશે નહીં. જેથી બ્લડ ડોનેશન કરવાં ઈચ્છુક વ્યકિતઓએ બ્લડ ડોનેશન કરવું જોઇએ જેથી અન્ય લોકોના જીવ બચાવી શકાય તેવી અપીલ મનપા દ્વારા કરવામાં આવી છે.

શહેરમાં રવિવારે પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો

સુરતઃ શહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધઘટ થઈ રહી છે. શહેરમાં છેલ્લા 2-3 દિવસથી 2000 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જે આંકમાં રવિવારે એકદમ ઘટાડો નોંધાયો હતો. શનિવારે શહેરમાં રેકોર્ડબ્રેક 2361 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. પરંતુ રવિવારે સીધા 671 દર્દીઓ ઓછા નોંધાયા હતા અને માત્ર 1690 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. પરંતુ સરકારી તંત્ર દ્વારા દર્શાવવામાં આવતા આંકડા કરતા હકીકત ઘણી જુદી જ છે. જેથી શહેરીજનોએ કોરોનાના આ નવા સ્ટ્રેન વાયરસમાં ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે, નવા સ્ટ્રેન વાયરસમાં સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રવિવારે શહેરમાં વઘુ 1690 પોઝિટિવ દર્દી નોંઘાવાની સાથે કુલ આંક 81,778 પર પહોંચી ચુક્યો છે. તેમજ વધુ 26 મોત સાથે કુલ મૃત્યુઆંક 1321 પર પહોંચ્યો છે. તેમજ શહેરમાં વધુ 1220 દર્દીઓ ડિસ્ચાર્જ થવાની સાથે શહેરમાં અત્યારસુધીમાં કુલ 63,096 દર્દીઓ સાજા થયા હતા અને રીકવરી રેટ 77.15 ટકા પર પહોંચ્યો હતો.

કયા ઝોનમાં કેટલા કેસ

  • ઝોન પોઝિટિવ દર્દી
  • સેન્ટ્રલ 171
  • વરાછા-એ 187
  • વરાછા-બી 185
  • રાંદેર 283
  • કતારગામ 245
  • લિંબાયત 145
  • ઉધના 196
  • અઠવા 278

Most Popular

To Top