લોકોની મજા મૂક પક્ષીઓની સજા: સુરતમાં બે દિવસમાં 81 પક્ષીનાં મોત, 1041 પક્ષીના જીવ બચાવાયા

સુરત: (Surat) દાન-પૂણ્યના પર્વ મકરસક્રાંતિએ અબાલવૃદ્ધ સૌ પતંગ (Kite) ચગાવવાતા હોય છે. આ પતંગની ધારદાર દોરીથી સેંકડો પક્ષીઓની (Birds) જીવાદોરી કપાઇ જાય છે. ત્યારે પતંગની દોરીથી ઘાયલ થયેલાં 1041 પક્ષીઓને વનવિભાગે બચાવી લીધાં હતાં. જ્યારે 81 પક્ષીઓને બચાવે તે પહેલા મોત થયાં હતાં.

સુરતના વનવિભાગને 5389 કોલ મળ્યા: ઉત્તરાયણના દિવસે જ 523 કબૂતર, 1 સમડી, 6 કાગડા, 5 ઘૂવડ, 2 કોયલ ઘવાઈ

ઉત્તરાયણ પર્વએ પતંગની ધારદોરીથી પક્ષીઓની પાંખ કપાવાના બનાવો સામે આવતા હોય છે. જેને લઇને વન વિભાગ (Forest Department) છેલ્લા પાંચ-છ વર્ષથી દર વર્ષે એક્શન પ્લાન ઘડી કાઢે છે. કરુણા અભિયાન અંતર્ગત વન વિભાગ આ ઘાયલ પક્ષીઓની સારવાર કરી તેમનો જીવ બચાવવા પ્રયાસ કરે છે. ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે નગરની સેવાભાવી સંસ્થાઓ પણ કામે લાગે છે. આ સંસ્થાઓ અને સ્વયંસેવકોને વન વિભાગ એકસૂત્રતામાં લાવીને પક્ષીઓને બચાવે છે. વન વિભાગ અને સંસ્થાઓની વેટરિનરી ડોક્ટરોની ટીમે ઉત્તરાયણ દરમિયાન સ્ટેન્ડ ટુ રહીને 1041 પક્ષીના જીવ બચાવ્યા છે.

બે દિવસમાં તેમને કુલ 1122 કોલ મળ્યા હતા. જેમાંથી 81 પક્ષીનાં મોત થયાં છે. મોત થનાર પક્ષીઓમાં મોટા ભાગે કબૂતરો છે. જ્યારે 1041 પક્ષીને બચાવી લેવાયાં હતાં. ઉત્તરાયણના દિવસે કુલ 538લ કોલ આવ્યા હતા. જેમાં 523 કબૂતર, 1 સમડી, 6 કાગડા, 5 ઘૂવડ, 2 કોયલ ઘવાઈ હતી. નાયબ વન સંરક્ષણ અધિકારી પુનિત નૈયરે જણાવ્યું હતું કે, દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે એકંદરે પક્ષીનાં મોત થયાની સંખ્યા ઘણી ઓછી છે. જો કે, હજી રવિવારે પણ પતંગબાજી ચાલુ રહેશે અને અમારી ટીમ આવતીકાલે પણ પક્ષીઓના બચાવની કામગીરી ચાલુ રાખશે.

વન વિભાગને બે દિવસમાં આવેલા કોલ
તારીખ મોત જીવિત કુલ

14 47 491 538
15 34 550 584

ભાવનગરમાં ઉત્તરાયણમાં લોકોની મજામાં પક્ષીઓને સજા, દોરીને કારણે 20 પક્ષીના મોત
ભાવનગર: એક તરફ ઉત્તરાયણમાં લોકો મજા કરતા હતા ત્યારે ભાવનગરમાં બીજી તરફ પતંગની દોરીને કારણે 20થી વધુ પક્ષીઓના મોત થવાની સાથે 50થી વધુ પક્ષીઓ ઈજા પામવાની ઘટનાઓ બની હતી. એનજીઓ દ્વારા આ પક્ષીઓને સારવાર કરી બચાવી લેવામાં આવ્યા હતા. એનજીઓના હોદ્દેદારોના જણાવ્યા પ્રમાણે, જે પક્ષીઓનો મોત થયા તેમાં સૌથી વધુ કબૂતરો હતા. જ્યારે તે ઉપરાંત ફ્લેમિંગો, ઢોંક બગલો, કોયલ તથા કાબર કૂળના પક્ષી પણ પતંગની દોરીને કારણે મોતને ભેટ્યા હતા. પક્ષીઓ માટે ભાવનગરમાં એનજીઓની સાથે વનવિભાગ દ્વારા સારવાર કેન્દ્રો શરૂ કરીને ઈજાગ્રસ્ત અન્ય 50થી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.

Most Popular

To Top