SURAT

સુરતના આ વિસ્તારમાં આવેલું સ્પીડ બ્રેકર બન્યું યુવકના મોતનું કારણ

સુરત: (Surat) સચીન જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં મિત્ર સાથે બાઇક (Bike) પર જતા યુવકે સ્પીડ બ્રેકર (Speed Breaker) આવતા બાઇકની સ્પીડ ઘટાડી હતી. તેજ સમયે પાછળથી પુરઝડપે આવેલા બાઇક સવારે ટક્કર મારતા યુવકને ગંભીર ઈજા થઈ હતી. બાદમાં યુવકનું મોત નિપજ્યું હતું.

  • સ્પીડ બ્રેકર આવતા બાઇક ધીમું કરતાં પાછળથી પુરઝડપે આવતા બાઇક સવારે ટક્કર મારતા યુવકનું મોત
  • ગૌરવ અને તેનો મિત્ર સુનીલ બાઈક પર સચીન જીઆઈડીસીમાં સાગર હોટેલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે બની ઘટના
  • ઘટનામાં ગૌરવ નીચે પટકાતાં પાછળની બાઈક તેના પર ફરી વળી હતી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સચીનમાં ગીતાનગર પાસે આવેલા શિવનગરમાં રહેતો ગૌરવકુમાર જગતમલ પ્રજાપતિ( 21 વર્ષ) કંપનીમાં નોકરી કરે છે. ગતરોજ રાત્રે ગૌરવ તેના મિત્ર સુનીલ સાથે બાઇક પર સચીન જીઆઈડીસીમાં સાગર હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે સ્પીડ બ્રેકર આવતા તેને પોતાની બાઇકની સ્પીડ ઓછી કરી હતી. તેજ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવતા બાઇક સવારે ગૌરવની બાઇકને પાછળથી ટક્કર મારી હતી. તેથી ગૌરવ સુનીલ સાથે નીચે પટકાયો હતો. પાછળથી આવેલા બાઇક સવારે ગૌરવ પર બાઇક ચઢાવી દીધી હતી તેથી ગૌરવને ગંભીર ઇજા થઈ હતી. ગૌરવને મધરાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. સચીન જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પાલ ઉમરા બ્રિજ પર અકસ્માત
સુરત: સુરતના પાલ ઉમરા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. ઉમરા તરફથી આવતી ઇકો કારના ચાલકે નિયંત્રણ ગુમાવતા પાલ તરફ આવતી એકટીવા સાથે ભટકાઈ હતી. જેના કારણે એકટીવા પર સવાર બે વૃદ્ઘ વ્યકિતઓ અડફેટે આવી ગયા હતા. જેમાં એક મહિલાને 108 દ્વારા સારવાર માટે ન્યુ સિવિલમાં લઈ જવામા આવ્યા હતા. એકટીવા ચાલકને ગંભીર ઇજા થઈ હતી. અકસ્મતા જોનારા લોકોના કહેવા મુજબ ફિલ્મી ઢભે ઇકો કાર સામેના રોડ પર એકટીવા સાથે ભટકાઈ હતી. લોકોના કહેવા મુજબ કાર પર SMC ના કોન્ટ્રાકનુ સ્ટીકર લાગેલ હતું.

Most Popular

To Top