SURAT

કોસમાડા નજીક બાઈક સ્લીપ થઈ જતાં સુરતના સરથાણાના આધેડનું મોત

કામરેજ: (Kamrej) સરથાણાના પોતાના ઘરેથી કામરેજના પરબ ગામે ફેક્ટરીમાં (Factory) જવા નીકળેલાં 57 વર્ષીય આધેડનું કોસમાડા નજીક બાઈક (Bike) સ્લીપ થઈ જતાં મોત નીપજ્યું હતું. મૂળ ભાવનગર જિલ્લાના ઉછડી ગામના વતની અને હાલ સરથાણા જકાતનાકા પાસે આવેલી રીવેરા એટલાન્ટીસમાં રહેતા હતા.

  • કોસમાડા નજીક બાઈક સ્લીપ થઈ જતાં સુરતના આધેડનું મોત
  • સરથાણા ઘરેથી કામરેજના પરબ ખાતે ફેક્ટરી જવા નીકળ્યા હતાં

જીવરાજભાઈ પ્રેમજીભાઈ વઘાસીયા(ઉ.વ.57) જેઓ શનિવારના રોજ હોન્ડા સાઈન બાઈક નંબર જીજે 05 કેટી 2666 લઈને કામરેજ તાલુકાના પરબ ગામે આવેલા ઓમ ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-2 માં પ્લોટ નંબર 180-181માં માધવ ક્રિએશનની ફેકટરીમાં જવા સારૂં સવારે ઘરેથી નીકળ્યા હતાં. સુરતથી વલથાણ કેનાલ રોડ પર સવારે 9.00 કલાકે કોસમાડા ગામની હદમાં શીવ પાર્ટી પ્લોટની પાસે બાઈક સ્લીપ થઈ જતાં માથા તથા શરીરે ઈજા થતાં 108માં સારવાર માટે સુરતની ખાનગી હોસ્પીટલમાં લઈ જવાતાં સારવાર પૂર્વે જ તેમનું મોત નીપજયુ હતું. જે અંગે મરનાર જીવરાજભાઈના પુત્રએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વાલિયા વાડી માર્ગ પર બુલેટસવાર યુવકનું વૃક્ષ સાથે ભટકાતાં મોત
ભરૂચ: વાલિયા-વાડી માર્ગ પર શનિવારે રાત્રે લગ્નપ્રસંગ મહાલવા આવેલા યુવાનને પરત જતી વખતે ગોઝારો અકસ્માત નડ્યો હતો. ૩૨ વર્ષીય યુવક જોરદાર રીતે વૃક્ષ સાથે અથડાતા ગંભીર ઈજાને પગલે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

  • મહારાષ્ટ્રીયન યુવક લગ્નપ્રસંગ માણી વાલિયા ઘરે પરત ફરી રહ્યો હતો
  • બુલેટની સ્પીડ વધારે હોવાથી વૃક્ષ સાથે ટકરાઈને ઝાડીઓમાં ફંગોળાયો

સુત્રો દ્વારા ઘટનાની માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના કુકરમુંડા અને હાલ વાલિયા સ્થાયી થયેલો ૩૨ વર્ષીય રોહિત પ્રવીણભાઈ પટેલ શનિવારે રાત્રે પથ્થરિયા ગામે લગ્ન પ્રસંગે ગયો હતો. લગ્ન માણ્યા બાદ રોહિત પટેલ પોતાની બુલેટ મોટરસાયકલ લઈને ઘરે આવી રહ્યો હતો. એ વેળા ડહેલી વાલિયા વચ્ચે તુણા ગામના પાટીયા પાસે બુલેટ સવાર રોહિત પટેલ વૃક્ષ સાથે જોરદાર રીતે ભટકાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સ્પીડ વધારે હોવાથી યુવાન ઝાડી-ઝાંખરીમાં ફંગોળાયા બાદ ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની વાલિયા પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોચીને મોતને ભેટેલા પરીજનોને જાણ કરી અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top