SURAT

સુરતમાં આ 12 નેશનલાઈઝ્ડ બેંકની 370 બ્રાંચ આવતીકાલે પણ બંધ

સુરત: (Surat) શિયાળુ સત્રમાં સંભવિત રીતે આવી રહેલા બેંકના ખાનગીકરણના ખરડાની વિરોધમાં હવે બેંકના (Bank) કર્મચારીઓ દ્વારા રસ્તા પર આવી ગયા છે. બેંકના કર્મચારીઓ દ્વારા આગામી તા.16 અને 17ના રોજ હડતાળ પાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને પગલે આગામી બે દિવસ સુરતમાં 12 નેશનલાઈઝ્ડ બેંકની 370 બ્રાંચના 8 હજારથી પણ વધુ કર્મચારીઓ પોાતના કામથી અળગા રહેશે.

આ હડતાળની જાહેરાત ગુજરાત બેન્કોના રાષ્ટ્રીય સંગઠન યુનાઈટેડ ફેડરેશન ઓફ બેન્ક યુનિયનના કન્વીનર સંજીવ કે. બંદલીશ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાંથી 30 હજાર કરતાં પણ વધુ બેંક કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે. યુનાઈટેડ ફેડરેશન ઓફ બેન્ક યુનિયન દ્વારા જાહેર કરવામાં આવેલી બે દિવસિય હડતાળને મહા ગુજરાત બેન્ક એમ્પલોયઝ એસોસિએશન દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે અને તમામ રાષ્ટ્રીકૃત બેન્કોના કર્મચારીઓને બે દિવસની જડબેસલાક રાખવા માટે અપિલ કરી છે. આ હડતાળને લઈન સુરતાં બે દિવસમાં 1400 કરોડના ટ્રાન્જેક્શનો અટવાશે. 16 ડિસેમ્બરે ગુરુવાર, 17 ડિસેમ્બરે શુક્રવાર એમ બે દિવસ બેન્કોની હડતાળ યોજાશે, 18મી ડિસેમ્બરને શનિવારે બેન્કિંગ કામકાજ શરૂ રહેશે જ્યારે 19મી ડિસેમ્બરને રવિવાર હોવાથી બેન્ક બંધ રહેશે.

શું કહે છે વસંત બારોટ
ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના સંગઠન મંત્રી વસંત બારોટ કહે છે કે, ‘સરકારે બજેટમાં બે બેન્કો અને વિમા કંપનીઓને ખાનગી કરવાનું નક્કી કર્યું છે. સરકારે બેન્કોનું ખાનગીકરણ કરવા માટે બંધારણમાં સુધારો કરવાની જરૂર પડશે. સરકારે શિયાળું સત્રમાં બેકિંગ રેગ્યુલેશન એક્ટ અને બેકિંગ કંપનીઝમાં સુધારો કરવા માટે જઈ રહી છે. સરકાર હાલ સુધીમાં મોટાભાગના ઉદ્યોગગૃહો જેમણે બેન્કના ધિરાણ ચૂકતે કર્યા નથી તેમને 70થી 95 ટકા સુધીની રકમના ધિરાણની ચૂકવણીમાં રાહત આપી રહી છે. હવે સરકારની યોજના મુજબ ઉદ્યોગગૃહોને બેન્કો સોંપવાની યોજના ચાલી રહી છે. જે ઉદ્યોગગૃહોએ બેન્કોના ધિરાણ પુરા ભર્યા નથી તેવા ઉદ્યોગગૃહોને બેન્કોનો કારોબાર સોંપવાની વાત છે. 1991થી સરકારે ખાનગી બેન્કોને લાયસન્સ આપ્યું છે પરંતુ મોટાભાગની આવી ખાનગી બેન્કો અસ્તિત્વ ગુમાવી ચૂકી છે. જેના કારણે ભારતની રાષ્ટ્રીયકૃત બેન્કોને સહન કરવાનો વારો આવે છે. હાલ બેન્કોમાં લગભગ વર્ષે 1 લાખ નવી ભરતી કરે છે તે બંધ થઈ જશે, અનામત પ્રથા નાબૂદ થશે, બેકારી અને બેરોજગારીમાં વધારો થશે. બેન્ક કર્મચારીઓ સરકારની આ પગલાનો વિરોધ કરી રહ્યાં છે. સરકારના આ પગલાંના વિરોધમાં 2 દિવસ હડતાળ પાડવામાં આવશે.

Most Popular

To Top