સુરત: (Surat) દિલ્હીમાં ઇન્ડિયા હેબીટેટ સેન્ટરમાં યોજાયેલી ધી મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સની મીટિંગમાં સુરત શહેરને વાઇલ્ડ વેલી બાયો-ડાયવર્સીટી પાર્ક માટે એવોર્ડ (Award) એનાયત કરાયો હતો. મેચ્યુરેશન ફેઝ પૂર્ણ કરવા માટે ટોચના ત્રણ શહેરોમાં (Top Three Cities) સુરતનો પણ સમાવેશ થયો હતો, સુરત શહેરને એવોર્ડના ભાગરૂપે પ્રસંસાપત્ર આપવામાં આવ્યું હતું. મેચ્યુરેશન ફેઝ પૂર્ણ કરવા માટે દેશના (Country) 12 શહેરો પૈકી ટોપ 3માં સુરતનો સમાવેશ.
સુરતમાં પ્રોજેક્ટ સ્ટ્રક્ચરિંગ, કેપેસિટી બિલ્ડિંગ, સ્ટેકહોલ્ડર્સ એન્ગેજમેન્ટ અને સિટીઝના ઉદ્દેશ સાથે મેચ્યુરેશન ફેઝમાં કામ પુરું થયું હતું. સ્ટેક હોલ્ડર્સ કન્સલ્ટેશન સાથે પ્રોજેક્ટ ટીમની ભરતી અને બેઇઝલાઇન સ્ટડી, ફિઝિબિલિટી રિપોર્ટ અને પ્રોજેક્ટ રિપોર્ટ સબમીટ કરાયો હતો. ત્યારબાદ ગ્લોબલ મેન્ટર અને ડોમેસ્ટિક એક્ષ્પર્ટ પાસે થઈ મંજૂરી મળતા જ ફ્રેંચ ડેવલપમેન્ટ એજન્સી સમક્ષ રજૂ કરાયો હતો. આ સમિતિએ સુરતના પ્રોજેક્ટને મંજૂર કર્યો હતો અને ઇમ્પ્લીમેન્ટેશન ફેઝમાં અપગ્રેડ કરવામાં આવ્યો હતો. મેચ્યુરેશન ફેઝ પૂર્ણ થયા બાદ ઇમ્પ્લીટેશન ફેઝમાં અપગ્રેડ થનાર 12 શહેરો પૈકી સુરત ઉપરના ત્રણ શહેરોમાં સ્થાન મેળવ્યું હતું. આ એવોર્ડ મેળવવા માટે સુરત સિટી ડેવલપમેન્ટના સીઇઓ ચૈતન્ય ભટ્ટ અને ડે.જનરલ મેનેજર ડો. રાજેશ પંડ્યા હાજર રહ્યાં હતાં.
કેન્દ્રના ટેકસટાઈલ સેક્રેટરી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગનો અભ્યાસ કરવા સતત ત્રણ દિવસ રોકાણ કરશે
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત ફેબ્રિક્સના એક્ઝિબિશન વિવનીટ નો પ્રારંભ 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે થશે. આ પ્રદર્શનનું ઉદ્દઘાટન કેન્દ્રના ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે થશે. જેમાં કેન્દ્રના ટેક્સટાઈલ સેક્રેટરી ઉપેન્દ્રસિંહ પણ હાજર રહેશે. ટેક્સટાઈલ રાજ્યમંત્રી સુરતના હોવાથી દર્શના જરદોશના અને ચેમ્બરના આગ્રહને પગલે ટેકસટાઈલ સેક્રેટરી સતત ત્રણ દિવસ સુધી સુરતમાં રોકાણ કરી કાપડ ઉદ્યોગના પ્રશ્નો સાંભળશે ચેમ્બર દ્વારા ટેકસટાઈલ સેક્રેટરીને સુરતમાં યાર્ન મેન્યુફેકચરિંગથી લઈ ફેબ્રિક્સ ટ્રેડિંગ સુધીની ચેઈનનો અભ્યાસ કરશે. તેઓ વિવિંગ, સ્પિનિંગ, એમ્બ્રોઈડરી, ડાઈંગ-પ્રિન્ટિંગ પ્રોસેસિંગ અને ગારમેન્ટિંગ ઈન્ડસ્ટ્રીની મુલાકાત લેશે.
કેન્દ્રના ટેકસટાઈલ સેક્રેટરી ટેકસટાઈલ મંત્રીના શહેરમાં ચાલતા ટેક્સટાઈલ ઉદ્યોગનો અભ્યાસ કરવા સતત ત્રણ દિવસ રોકાણ કરશે તેવો આ પ્રથમ બનાવ છે. ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતી અને એક્ઝિબિશન કમિટીના ઈન્ચાર્જ અને ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે કેન્દ્રના ટેકસટાઈલ સેક્રેટરીને સુરતના ટેકસટાઈલ ક્લસ્ટર જોવા માટે તથા 3 દિવસ સુરતમાં રોકાવા માટે ચેમ્બર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે ઉપેન્દ્રસિંહ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. ટેકસટાઈલ મંત્રીના વિશેષ પ્રયાસોને લીધે આ શક્ય બન્યું છે. સુરતમાં ટેકસટાઈલ મશીનરી અને ટેકનોલોજી અપગ્રેડેશનનો પણ તેઓ અભ્યાસ કરશે. ખાસ કરીને ગારમેન્ટિંગ સેકટર સુરતમાં કયા લેવલે છે તે પણ નિહાળશે.
ચેમ્બર દ્વારા સુરતની સંપૂર્ણ ટેકસટાઈલ ચેઈન વિશેની માહિતી અને ડેટા એકત્ર કરી ટેકસટાઈલ મંત્રી અને ટેકસટાઈલ સેક્રેટરી સુપરત કરવામાં આવશે. તાજેતરમાં ટેકસટાઈલ મંત્રી દર્શના જરદોશે ચેમ્બરના કાર્યક્રમમાં સુરતના કાપડ ઉદ્યોગના વાસ્તવિક ડેટા સાથે તમામ સેગમેન્ટનું સંકલન કરી સિંગલ ડ્રાફટ બનાવી સરકારમાં રજુઆત કરવા અપીલ કરી હતી. તેને પગલે ચેમ્બરે ટેકસટાઈલ સંગઠનો સાથે બેઠકો યોજવાનું શરૂ કર્યુ છે.