SURAT

‘તુ મારી પત્ની સાથે કેમ સંબંધ રાખે છે’ કહી રિક્ષાચાલક ઉપર પ્રેમિકાના પતિનો ચપ્પુ વડે હુમલો

સુરત : પૂણાગામમાં (Puna gam) એક મહિલાના પતિ (Husband) અને તેના મિત્રોએ (Friend) ભેગા થઇને મહિલાના પૂર્વ પ્રેમિને (Lover) ‘તું મારી પત્ની સાથે કેમ સંબંધ રાખે છે’ કહીને ચપ્પુથી (knife) હુમલો (Attack) કરી દીધો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં રિક્ષાચાલકને યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. આ મારામારીમાં રિક્ષાચાલકની સોનાની ચેઇન પણ નીચે પડી ગઇ હતી.

  • મહિલાના પૂર્વ પ્રેમિને પતિએ તેના મિત્રો સાથે ભેગા મળીને મારમાર્યો
  • મોટરસાઇકલ ઉપર આવેલા ચાર ઇસમોએ રિક્ષાચાલકને ચપ્પુના ઘા ઝીંકી દીધા

પ્રાપ્ત વિગતો મુજબ પૂણાગામ અંજની સોસાયટી બજરંગ ફ્લેટમાં રહેતા અને રીક્ષા હંકારીને પરિવારનું ગુજરાન ચલાવચા ચિરાગ ઉર્ફે મોગલ ઉકાભાઇ ચુડાસમા પત્ની માટે નજીકમાં આવેલા મેડીકલ સ્ટોર ઉપર માસીયાઇ ભાઇની સાથે દવા લેવા માટે ગયો હતો. આ દરમિયાન ત્યાં ચાર યુવકો આવ્યા હતા. તે પૈકી એક યુવકે ચિરાગને કહ્યું કે, ‘તું કેમ મારી પત્ની સાથે સંબંધ રાખે છે’ કહીને ગાળાગાળી કર્યા બાદ માર મારવા લાગ્યો હતો. આ યુવકની સાથે આવેલા બીજા ત્રણ યુવકોએ ચિરાગની ઉપર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. મારામારીની આ ઘટનામાં ચિરાગની સોનાની ચેઇન પણ તૂટીને નીચે પડી ગઇ હતી અને ખોવાઇ ગઇ હતી. ઇજાગ્રસ્ત હાલતમાં ચિરાગને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે હુમલો કરનાર હર્ષદ અને તેના ત્રણ મિત્રોની સામે મારામારીનો ગુનો નોંધ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે હર્ષદના જે યુવતીની સાથે લગ્ન થયા તેના પહેલાથી જ ચિરાગની સાથે પ્રેમસંબંધ હતો. અને હાલમાં પણ તેઓ એકબીજાની સાથે વાત કરતા હોવાની શંકા રાખીને હર્ષદે ચિરાગ ઉપર હુમલો કર્યો હતો.

‘મઢી સુગરમાં મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખેલા’ કહી પતિએ યુવકને ચપ્પુનાં ઘા ઝીંક્યા
સાપુતારા : ડાંગનાં (Dang) વઘઇ (Vaghai) તાલુકાનાં સાજુપાડા ગામનાં ઈસમે પત્ની (Wife) સાથેનાં આડા સંબંધનાં વહેમમાં અન્ય ઈસમનાં પેટમાં ઉપરા છાપરી ચપ્પુનાં (Knife) ઘા કરતા વઘઇ પોલીસે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વઘઇ તાલુકામાં સમાવિષ્ટ પાતળી ગામનાં નાનુભાઈ છગનભાઈ પવાર સગા સંબધી સાથે ગતરોજ ઈલમભાઈ શત્રુભાઈ પવારનાઓની પીકઅપ ગાડી. નં. જી.જે.05.બી.યુ.9363માં બેસી સાજુપાડા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. અહી સાંજે સાતેક વાગ્યાનાં અરસામાં નાનુભાઈ પવાર લગ્નનાં માંડવામાંથી જમણવાર કરી ખુરશીમાં બેઠા હતા.

Most Popular

To Top