Dakshin Gujarat

અતુલ વેકરિયા ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થયો, કોવિડ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયો

સુરત: (Surat) જાણીતી અતુલ બેકરીના (Atul Bakery( માલિક અતુલ વેંકરિયા (Atul Vekariya) આજે ઉમરા પોલીસ (Umra Police) સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસે ધકપકડની કાર્યવાહી હાથ ધરી છે જોકે વેકરીયા ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ તેને કોવિડ ટેસ્ટ માટે લઈ જવાયો હતો. અતુલ વેકરીયાનો રેપિડ ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. તેને પોલીસ જાપ્તા સાથે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જણાવી દઈએ કે હોળી અગાઉ આરોપી વેકરિયા દારૂની મહેફિલ માણીને યુનિવર્સિટી રોડ પરથી પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં ત્રણ વાહનોને અડફેટમાં લીધાં હતા. જેમાં ઉર્વશી નામની યુવતીને કારથી અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. વેકરિયાને કડકમાં કડક સજા કરવા માટેની લોકો દ્વારા માંગ ઉઠી છે.

વેકરીયા બુધવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ તેને કોવિડ ટેસ્ટ માટે લઈ જવાયો હતો. અતુલ વેકરીયાનો રેપિડ ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આરટીપીસીઆર રિપોર્ટ પણ કાઢવામાં આવ્યો હતો. અતુલ વેકરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પોલીસ જાપ્તા સાથે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હજી RT-PCRનો રિપોર્ટ આવવાનો બાકી છે. જોકે, રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા જ તેને સારવાર માટે દાખલ કરી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આગામી 12 એપ્રિલના રોજ અતુલ આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાનાર છે.

સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેંકરિયા દ્વારા ઉર્વશી નામની યુવતીને કારથી અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ દારૂના નાશમાં કાર અકસ્માત કર્યો હોવાનું પૂરવાર થતા અતુલ વેંકરિયાની ધરપકડનો રસ્તો ખુલ્લો થયો હતો. જોકે, તે પહેલાં અતુલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. અતુલ બેકરીના આરોપી માલિક અતુલ વેકરીયા સામે સાપરાધ મનુષ્ય વધ અને ડ્રીંક એન્ડ ડ્રાઈવના ગુનાની કલમ ઉમેરવામાં આવી હતી. કલમ ઉમેરાના રિપોર્ટને કોર્ટે મંજુરી આપી દીધી હતી. આરોપી વિરુધ્ધ સેશન્સ ટ્રાએબલ ગુનાની કલમ ઉમેરાતા ટ્રાયલ કોર્ટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

અતુલ વેકરિયાના કેસમાં ઉમરા પીઆઇની મનસ્વિતાની કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. અતુલ વેકરીયાએ નશામાં લક્ઝરી કાર ચલાવીને એક યુવતીને કચડી મારી હોવા છતાં આ પીઆઇ દ્વારા 304 નહી દાખલ કરીને વેકરિયાને બચાવવા માટે જે રીતે કલમ 304 અ લાગુ કરવામાં આવી તેમાં તેણે કોઇ ઉચ્ચ અધિકારીને પણ પૂછયું ન હતું. રાત્રિના સુમારે આ પીઆઇએ બારોબાર નિર્ણય લઇ લેતા તેઓ શંકાના દાયરામાં આવ્યા છે. આ કલમ લાગુ કરતા પહેલા ડીસીપી કે એસીપીને પૂછવાની તસ્દી પણ પીઆઇ ઝાલાએ લીધી ન હતી. આમ હાલમાં ચાલી રહેલી ઇન્કવાયરીમાં પીઆઇ ઝાલાની આ મનસ્વિતા છતી થઈ છે. આ ઉચ્ચ પોલીસ અધિકારીને કારણે શહેરમાં પોલીસની ભૂમિકા ખરડાવા પામી છે. ત્યારે કમિ. અજય તોમરે આ આખા મામલાને ગંભીરતાથી લીધો છે. ગઈકાલે જ પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, તેઓ અતુલ વેકરીયાને પકડવા માટે સ્પેશયલ પોલીસ ટીમ ઉતારી છે. જે અતુલ વેકરિયાને ગણતરીના દિવસમાં પકડી પાડશે. આ ઉદ્યોગપતિ જો કાયદાને પોતાના ખિસ્સામાં ગણતો હોય તો તે ચલાવી લેવાશે નહી.

Most Popular

To Top