SURAT

રોજ લાખોની હેરાફેરી કરતા સુરતના ડ્રાઈવરને આ ભૂલ ભારે પડી, 1 સેકન્ડમાં 7 લાખ ગુમાવ્યા

સુરત: (Surat) એટીએમમાં (ATM) કેશ (Cash) લોડ કરવાની કામગીરી દરમિયાન વાનના ડ્રાઇવરને (Driver) જમીન ઉપરથી 10 રૂપિયા લેવાનું ભારે પડ્યું છે. ત્રણ અજાણ્યાએ નીચે 10 રૂપિયા પડી ગયા છે તેમ કહી વાનની બારીમાંથી રૂ.7 લાખ ભરેલી બેગની તફડંચી કરી ફરાર થઇ ગયા હતા. આ બાબતે સલાબતપુરા પોલીસે (Police) ગુનો નોંધી (Complaint) તપાસ શરૂ કરી છે.

  • સીએમએસ કંપનીમાં કસ્ટોડીયન તરીકે નોકરી કરતા પાંડેસરાના શુભઆશિષ સરકાર લૂંટાયા
  • સલાબતપુરા ઋષભ પેટ્રોલ પંપની સામે ટ્રેડ હાઉસમાં એસબીઆઇના એટીએમમાં કેશ લોડ કરવા માટે ગયા ત્યારે ખેલ થયો
  • એટીએમમાં કેશ લોડ કરતી વખતે અજાણ્યા ઠગી ગયા

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ પશ્ચિમ બંગાળના વતની અને સુરતમાં પાંડેસરા નાગસેનનગરમાં રહેતા શુભઆશિષ પરિમલભાઇ સરકાર સીએમએસ કંપનીમાં કસ્ટોડિયન તરીકે નોકરી કરે છે. તેઓ એટીએમમાં કેશ લોડ કરવાનું કામકાજ કરે છે. છેલ્લા એક અઠવાડિયાથી કેશ લોડ કરવાની વાન ખરાબ થઇ ગઇ હતી અને શુભઆશિષભાઇને પ્રાઇવેટ ઇકો ગાડી આપી હતી. શુક્રવારે સવારે આ કાર લઇને તેઓ અન્ય સ્ટાફની સાથે રૂ.78 લાખ કેશમાં લોડ કરવા માટે નીકળ્યા હતા. સૌપ્રથમ તેઓ સલાબતપુરા ઋષભ પેટ્રોલ પંપની સામે ટ્રેડ હાઉસમાં એસબીઆઇના એટીએમમાં કેશ લોડ કરવા માટે ગયા હતા. અહીં બે મશીનના મળીને 18 લાખ જમા કરવાના હતા. ત્યારે એક યુવક તેમની પાસે આવ્યો હતો અને વાનના ડ્રાઇવરની કહ્યું કે, 10 રૂપિયા ગીર ગયા હૈ. ડ્રાઇવર 10 રૂપિયા લેવા માટે જમીન તરફ ઝૂક્યો ત્યારે અજાણ્યાએ વાનની બારીમાંથી હાથ નાંખીને રૂ.7 લાખ ભરેલી એક કાળા કલરની બેગ લઇ લીધી હતી. આ સાથે જ થોડીવારમાં ત્યાં બીજા બે ઇસમ આવ્યા હતા અને તેઓ ત્રણેય ભાગી ગયા હતા. શુભઆશિષ અને બીજો સ્ટાફ અન્ય જગ્યાએ કેશ લોડ કરવા માટે ગયા ત્યારે રૂ.7 લાખની બેગ ઓછી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top