સુરત: સુરત (Surat) એપીએમસી માર્કેટમાં (APMC Market) કચરા પેટીમાં ફેંકી દેવાયેલા ટામેટા (Tomato) ફરીથી કેરેટમાં ભરી વેચાણ માટે ખુલ્લા બજારમાં લઈ જતા તત્વો CCTV કેમેરામાં કેદ થઈ જતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. એટલું જ નહીં પણ સસ્તામાં મળતા ટામેટા ખાનારા માટે સાવચેતી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભોજનમાં કચરા પેટીમાંથી ઉઠાવેલા સડેલા ટામેટાનો ઉપયોગ કરાતો હોવાની આશંકાને લઈ APMC એ જાગૃત રહેવા લોકોને અપીલ કરી છે.
APMCના વેપારીઓએ જણાવ્યું હતું કે CCYV જોયા બાદ આ ગંભીર બાબત કહી શકાય છે. સુરતથી થયેલા ઘટસ્ફોટ બાદ APMC તંત્ર પણ જાગૃત થઈ ગયો છે. ટામેટાના ભાવ આસમાને હોવાથી સડેલા ટામેટા સસ્તા વેચવાની ફિરાકમાં આવું થઈ રહ્યું હોય એ વાત નકારી શકાય નહીં. CCTV કેમેરામાં એક વ્યક્તિ ટ્રેકટરમાં ફેંકાયેલા કચરા માંથી સડેલા ટામેટા લઈ રહ્યો છે. આ જ ટામેટા માર્કેટની બહાર સસ્તા ભાવે વેચાઈ રહ્યા હોવાની પણ આશંકા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે સસ્તામાં ટામેટા ખાતા લોકો માટે સાવધાન રહેવા સમાન કિસ્સો છે. હાલ સુરતમાં રૂ 160 કિલો ટામેટા વેચાય રહ્યા છે. આવા ટામેટા ખૂબ જ સસ્તા ભાવે મળતા ટામેટા APMC માર્કેટના વેપારીઓ કચરામાં ફેંકી દેતા હોય અને આવા તત્વો કચરામાંથી ઉપાડી બજારમાં વેચી રહ્યા હોય એ વાત નકારી શકાય નહીં.
ડેડિયાપાડામાં યુરિયા ખાતરની તીવ્ર અછતથી ખેડૂતોમાં નારાજગી
ડેડિયાપાડા: ડેડિયાપાડાના સાતપુડા પર્વતમાળામાં હાલમાં વાવણીલાયક વરસાદ પડ્યો છે. જેને લઈને આકાશી ખેતી કરતા ખેડૂતોએ ડાંગર, કપાસ, મકાઇ, તુવેર જેવા પાક વાવણી કરી દીધી છે. ત્યારે કમનસીબે આખા તાલુકામાં યુરિયા ખાતરની માંગ સામે તેની અછત હોવાથી ખેડૂતોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. સમયસર પાકમાં યુરિયા ખાતર ન નંખાતાં હવે બિયારણમાં ભારે અસર થતાં પીળું પડી રહ્યું છે. જેને લઈને છોડનો વિકાસ ન થતાં ખેડૂતોને ભારે નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે.
હાલમાં ખાતરની ભારે અછત સામે ડેડિયાપાડા તાલુકામાં ફર્ટીલાઈઝર દુકાનો ઉપર લાંબી કતારો જોવા મળે છે. ખાસ કરીને તાલુકામાં છેક ૪૦થી ૫૦ કિ.મી. દૂર ગામડાંમાં ખેડૂતો સવારે જ ખાતર લેવા માટે ડેડિયાપાડા આવતા હોય છે. જો કે, કમનસીબે યુરિયા ખાતર નથીની વાત સાંભળીને ખેડૂતો મજબૂર બની જાય છે.