સુરત (Surat): સુરત શહેરમાં એક મહિલાએ (Women) આજે સરાજાહેર રોમિયોને (Romeo) સબક શીખવાડ્યો હતો. ગોડાદરા વિસ્તારમાં આજે સવારે પરિણીત મહિલા (Married Women) એક યુવક પર ગુસ્સે (Angry) થઈ હતી. યુવકને ખખડાવવા સાથે મહિલાએ તેને ચપ્પલથી ફટકાર્યો હતો. આ તમાશો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. કોઈકે આ ઘટનાનો વીડિયો બનાવી શેર કરતા તે સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ (Viral Video) થયો છે. આ મહિલા કોણ હતી અને બંને વચ્ચે શું થયું તે જાણી શકાયું નથી.
- ગોડદરાના મંગળપાંડે હોલ પાસેની ઘટના
- પરિણીતા મહિલાને યુવક છેડી રહ્યો હતો
- પરિણીતાએ ચપ્પલથી રોમિયોની ધુલાઈ કરી
- રણચંડી મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે ગોડદરા વિસ્તારમાં આવેલા મંગલ પાંડે હોલ પાસે એક મહિલા સાથે છેડતી કરતા રોમિયોની તે મહિલાએ ચપ્પલથી ધુલાઈ કરી હતી. વીડિયોમાં સાંભળી શકાય છે કે તે મહિલા યુવકને ચેલેન્જ આપી રહી છે. ‘જીને નહીં દેતા, રોડ પર ચલને નહીં દેતા.. મુઝે રખને કી ઔકાત હો તો ઘર પર આ કે મેરે પતિ સે બાત કર’ એવી ચેલેન્જ તે યુવકને આપી રહી હતી. પરિણીતા ખૂબ જ ક્રોધમાં જણાઈ રહી છે. હાથમાં ચપ્પલ લઈ તે યુવકને ખખડાવી રહી છે, ત્યાર બાદ પરિણીતાનો ગુસ્સો એકાએક ફાટી નીકળે છે અને તે ચારથી પાંચ વાર યુવકને ચપ્પલથી મારે છે. જાહેર રોડ પર પરિણીતા છેડતી કરનાર રોમિયોની ચપ્પલથી ધુલાઈ કરી નાંખે છે. આ પરિણીતા અને છેડતી કરનાર યુવક વિશે કોઈ માહિતી બહાર આવી નથી. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ પણ થઈ નથી. તેથી વધુ હકકીત જાણવા મળી નથી. જોકે, રણચંડી બની રોમિયોની ધુલાઈ કરતી સુરતની આ પરિણીત મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો કોમેન્ટ કરી રહ્યાં છે કે આવી હિંમત જો દરેક સ્ત્રી બતાવે તો કોઈ લંપટની તાકાત નથી કે તે છેડતી કરે.