SURAT

કાલથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના 300 CNG પમ્પની અચોક્કસ મુદતની હડતાળ

સુરત: શહેરના વેસુમાં યોજાયેલી સુરત એન્ડ તાપી(Surat and Tapi) ડિસ્ટ્રિક્ટ પેટ્રોલ પંપ (District Petrol Pump) ડિલર્સ એસોસિએશન (Dealers Association) અને સાઉથ ગુજરાત CNG ફ્રેન્ચાઈઝી એસોસિએશન ની સંયુક્ત બેઠકમાં તા.1/11/2022 થી CNG વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2017 થી ગેસ સપ્લાય કરતી કંપનીએ ગેસ વેચાણનાં કમિશનમાં વધારો કર્યો નથી. ગુજરાત સરકારે CNG ગેસના વેટ દરોમાં 10 ટકા વેટ ઘટાડવાની જાહેરાત કરી હોવા છતાં સરકારી પેટ્રોલિયમ કંપનીઓ 10 ટકા વેટ ઘટાડા મુજબ બિલ આપવાને બદલે હજી 82.16 રૂપિયા કિલોના જુના ભાવે જપંપ સંચાલકોને બિલ આપી રહી છે. સીએનજી પમ્પ સંચાલકો પર આર્થિક ભારણ વધતાં હડતાળનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત સરકારે CNG પર વેટ 15 નો 5% કર્યો
આ નિર્ણય લેતા પહેલા 4 જિલ્લાઓના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 3 પીએસયુ પેટ્રોલિયમ કંપનીઓના મેનેજરો, જીએસપીસીના એમડી.સંજીવકુમાર, ગુજરાતના ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજયમંત્રી મુકેશ પટેલને રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવતાં ના છૂટકે ગ્રાહકોને અગવડમાં મૂકી પંપ સંચાલકોને હડતાળ કરવી પડી રહી છે. ગુજરાત સરકારે CNG પર વેટ 15 નો 5% કર્યો છતાં પેટ્રોલિયમ કંપનીઓ 75.02 રૂપિયાને બદલે 82.16 રૂપિયાનું બિલિંગ મોકલી બાકી 10 ટકા અલગથી સરકાર સામે ક્લેઇમ કરી સ્ક્રુટિનીમાં મેળવવાનું કહે છે. જ્યારે ગુજરાત ગેસ કંપની ફ્રેન્ચાઈઝીને 10 ટકા વેટ ઘટાડા મુજબનું બિલ મોકલી રહી છે.

કમિશનનાં પૈસા કાપીને CGD (ગેસ કંપની) ઓને ચુકવણી કરે છે.
STDPD એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ નાયક અને અનિલ દેસાઇએ જણાવ્યું હતું કે, તા.18/10/2022 નાં રોજ ગુજરાત સરકાર દ્વારા CNGનાં વેટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 15% વેટ હવે 5 % થયો છે. એટલે કે 10 % નો ઘટાડો થયો છે. તેથી CNGનાં વેચાણ ભાવમાં 7 થી 7.50 રૂપિયા ભાવ ઘટ્યા છે. જ્યારે ઓઇલ કંપનીઓ હજી 15 ટકા વેટના દરે ગેસ સપ્લાય કરી રહી છે. ઓઈલ કંપનીના CNG વેચાણ કરતા ડીલરોનું કમિશન જે તા.01/07/2019 થી વધવુ જોઈતુ હતું તે ભારત સરકારના પેટ્રોલીયમ અને નેચરલ ગેસ દ્વારા તા.1/11/2021થી વધારીને ઓઈલ કંપની CGD (ગેસ કંપનીઓ) કંપનીઓને મોકલી આપ્યું છે. તા.1/12/2021 થી વધારાનું કમિશન જે ભારત સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું તે કમિશનનાં પૈસા કાપીને CGD (ગેસ કંપની) ઓને ચુકવણી કરે છે.

Most Popular

To Top