સુરત: (Surat) અડાજણ-પાલ ગૌરવપથ પાલનપોર કેનાલ રોડ તરફ જતી બે ફોર વ્હિલ ગાડીમાથી (Car) PCB એ વિદેશી દારૂની (Alcohol) રૂપિયા 34.31 લાખની કિંમતની 3228 બોટલ સાથે 6 ઇસમોને ઝડપી પાડયા હતા. દારૂના હેરાફેરીના રેકેટને ઝડપી પાડ્યા બાદ પોલીસે રૂ. 15,86,520ની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી હતી. PCB એ જણાવ્યુ હતું કે આખું ઓપરેશન બાતમીના આધારે પાર પાડવામાં આવ્યું હતું.
PCB એ જણાવ્યુ હતું કે અ.પો.કો મીતેષભાઈ મનસુખભાઈ તથા અ.પો.કો રણવીરસિંહ વિક્રમસિંહને બાતમી મળતા વોચ ગોઠવવામાં આવી હતી. એક ગ્રે કલરની હ્યુન્ડાઇ કંપનીની ગ્રાન્ડ 1-10 NIOS ગાડી નં. GJ05-JP-4121 તથા એક સફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની 1-20 ગાડી નં. GJ05-JM-9518 મા ઇંગ્લીશ દારૂનો જથ્થો સુરત લવાય રહ્યો છે. જે ગાડીઓ પાલ, ગૌરવપથ પાલનપોર કેનાલ રોડ તરફ જઇ રહી છે.” આવી બાતમીના આધારે પોલીસે પાલનપોર, ગૌરવપથ પાલનપોર કેનાલ રોડ બ્લોક નં.૧૮૮ ની સામે રોડ ઉપર વોચ ગોઠવી બન્ને ગાડીઓને જાહેરમાં ઉભી રાખી એમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે પોલીસે વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી પેટીઓ નંગ.77 જેમા 3228 બાટલીઓ જેની કિંમત રૂ. 4,31,520 તથા ગ્રે કલરની હ્યુન્ડાઇ કંપનીની ગ્રાન્ડ I-10 NIOS ગાડી નં. GJ05-JP-4121 જેનો સાચો રજી.નં. GJ15-CP-0881 જેની કિ.રૂ. 7 લાખ તથા સફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની I-20 ગાડી નં. GJ05-JM-9518 જેની કિ.રૂ. 4 લાખ તથા 7 મોબાઇલ ફોન મળી કિ.રૂ. 1586520 ની મત્તાના મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. વધુમાં ઉમેર્યું હતું કે પોલીસથી બચવા ફોરવ્હિલ ગાડીની નંબર પ્લેટ બદલીને આરોપીઓ દારૂના જથ્થાની હેરાફેરી કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.