સુરત: (Surat) ચોમાસાની ઓફ સિઝનમાં સુરત આવવા અને સુરતથી જવા માટે સુરત એરપોર્ટ પર (Surat Airport) પટણા અને જબલપુર રૂટ પર પેસેન્જર લોડ નહીં મળતા સ્પાઇસ જેટ કેટલીક ફ્લાઇટો (Flight) સ્થગિત કરી રહી છે. છેલ્લા બે દિવસમાં ટિકિટ બુકિંગ ઓછું રહેતા અચાનક સુરતને કનેક્ટેડ 10 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. તેને લઇને પાંખી સંખ્યામાં ટિકિટ બુકિંગ કરાવનાર પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયાં હતાં.
- સુરતથી પટણા અને જબલપુર ફ્લાઇટને પેસેન્જર મળી રહ્યા નથી
- ફ્લાઇટને 50 ટકામાં પેસેન્જર નહીં મળતા ઓપરેટીંગ ખર્ચ વધવાને બદલે ફ્લાઇટ રદ કરવામાં આવી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઇકાલે સ્પાઇસ જેટે પટના-સુરત, સુરત-પટના, દિલ્હી-સુરત, સુરત-દિલ્હી, હૈદરાબાદ-સુરત અને સુરત-હૈદરાબાદની ફ્લાઇટ રદ કરી હતી. તે પછી આજે સ્પાઇસ જેટ સુરત-જયપુર, જયપુર-સુરત, પટના-સુરત અને સુરત-પટનાની ફ્લાઇટ રદ કરી છે. છેલ્લા કેટલાક સમયથી સ્પાઇસ જેટને પેસેન્જરો મળી રહ્યા નથી. જેને કારણે ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી રહી છે. ફ્લાઇટને 50 ટકામાં પેસેન્જર નહીં મળતા ઓપરેટીંગ ખર્ચ વધવાને બદલે ફ્લાઇટ રદ કરવામાં આવી રહી છે. અને રદ થયેલા એરક્રાફટ બીજા રૂટ પર મોકલવામાં આવે છે. જયાં ચાર્ટર ફ્લાઇટ નોંધાઇ હોઇ ત્યાં સુરતની ફ્લાઇટ ડાઇવર્ટ કરી દેવામાં આવે છે. તેને લીધે સ્પાઇસ જેટની ફ્લાઇટને લઇ પેસેન્જરોમાં વિશ્વસનીયતા ઘટી રહી છે.
હવે વાહન ચાલકો અણુવ્રત દ્વારથી બ્રેડ લાઇન સર્કલ તરફના બ્રિજના અપ્રોચ નીચેથી યુ ટર્ન લઈ શકશે
સુરત: જુની આરટીઓ પાસેનું સિગ્નલ બંધ કરાતાં વાહનચાલકોની હાલાકી નિવારવા હવે મનપા દ્વારા મજુરાગેટ ફ્લાયઓવર નીચે બાયપાસ બનાવાશે. સુરત મનપાની સ્થાયી સમિતિમાં અઠવા ઝોનના કોર્પોરેટ વ્રજેશ ઉનડકટ દ્વારા રિંગ રોડ પર જૂના આરટીઓ પાસેનું સિગ્નલ બંધ કરાયા બાદ વાહનચાલકોને પડી રહેલી તકલીફ મુદ્દે રજૂઆત કરી હતી તેમજ અગાઉ પોલીસ વિભાગમાં પણ આ મુદ્દે ચર્ચા થઇ ચૂકી હતી. સમસ્યા એ છે કે, હાલમાં રિંગ રોડ પર જૂના આરટીઓ પાસેના બંધ સિગ્નલના વિકલ્પમાં ત્યાંથી સામેની બાજુના રોડ પર જવા ઇચ્છતા વાહનચાલકોને છેક મજૂરાગેટ ચાર રસ્તા પરથી યુ-ટર્ન લેવો પડે છે અને સિગ્નલ ખૂલે ત્યાં સુધી રાહ જોવી પડે છે.
પરિણામે વાહનચાલકોને હેરાનગતિ વધે છે અને મજૂરા ગેટ ચાર રસ્તા પર ટ્રાફિકનું ભારણ પણ વધે છે. તેથી ચાર રસ્તાની પહેલાં ફ્લાય ઓવરબ્રિજની નીચેથી ડિવાઇડર હટાવી યુ-ટર્ન આપવા રજૂઆત કરી હતી. આ સાથે યુનિવર્સિટી રોડ ઉપર બ્રેડ લાઇનર સર્કલથી આગળ જતાં રોડ પર અણુવ્રત દ્વાર પર જે ફ્લાય ઓવરબ્રિજ છે. ત્યાં પણ આવી જ સ્થિતિ છે. ત્યાં બંને બાજુ લોકો લાંબા અંતર સુધી ટર્ન ના હોવાથી રોંગ સાઇડ પર વધુ નજરે પડતા હોવાથી અહીં પણ અણુવ્રત દ્વારથી બ્રેડ લાઇન સર્કલ તરફના બ્રિજના અપ્રોચ નીચેથી યુ ટર્ન આપવા રજૂઆત કરી હતી. જેના પગલે શુક્રવારે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ તેમજ ટ્રાફિક એસીપી મેવાડા અને વ્રજેશ ઉનડકટ દ્વારા સ્થળ વિઝિટ કરી હવે મજુરાગેટ ફલાય ઓવર બ્રિજની નીચે બાયપાસ આપી વાહન ચાલકો યુ ટર્ન લઇ શકે તેવી વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો.