SURAT

આ તારીખથી સુરતથી અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અમરેલીની ફ્લાઈટ શરૂ

સુરત: (Surat) સુરતની પોતીકી એરલાઇન્સ કંપની (Airlines Company) વેન્ચુરા એર કનેક્ટ 1 જાન્યુઆરી થી એટલેકે નવા વર્ષના પ્રારંભથી ઉડાન સ્કીમ હેઠળ 1 જાન્યુઆરીથઈ સુરતથી અમદાવાદ (Surat To Ahmedabad), રાજકોટ (Rajkot), ભાવનગર (Bhavnagar), અમરેલીની 4 ફ્લાઈટ શરૂ કરશે. આ ફ્લાઇટ 9 સીટર હશે. તો વેન્ચુરા એર કનેક્ટ આ ફ્લાઈટને ચલાવશે.

  • 1 જાન્યુ.થી સુરતથી અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અમરેલીની ફ્લાઈટ શરૂ
  • ઉડાન સ્કીમ હેઠળ વેન્ચુરા એરકનેક્ટ 9 સીટરની ફ્લાઇટ ઓપરેટ કરશે
  • આ ફ્લાઇટનું પેસેન્જર દીઠ ભાડું 3000 રૂપિયા સુધી રહેશે

આ ચાર ફ્લાઇટના રુટમાં સુરતથી અમદાવાદ, સુરતથી રાજકોટ, સુરતથી ભાવનગર, સુરતથી અમરેલીની એર ક્નેક્ટિવિટી મળશે. આ ફ્લાઇટનું પેસેન્જર દીઠ ભાડું 3000 રૂપિયા સુધી રહેશે. એરલાઇન્સ અત્યારે બે નાઈન સીટર વિમાન ધરાવે છે. અત્યારે તે અમરેલી, ભાવનગરની નોન શિડયુલ ફ્લાઈટ ઓપરેટ કરે છે.

સુરત એરપોર્ટની બહાર બ્યુટિફિકેશન

સુરત મહાનગર પાલિકા એરપોર્ટ રોડને યુનિક બનાવવા માગે છે અને તેના બ્યુટિફિકેશન માટે લાખો રૂપિયા ખર્ચી રહી છે ત્યારે એરપોર્ટની બહાર આઇ લવ માય સુરતના સ્લોગન સાથે તેને ડેકોરેટ કરવામાં આવ્યું છે.

એરપોર્ટના સૂચિત ક્રોસ રનવે માટે જમીન સંપાદનમાં લેવા મામલે સુડા-ખુડાની ખો સામે કલેકટર ખફા

સુરત: કેન્દ્રના નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટના રનવે વિસ્તરણ સહિતના પ્રોજેકટ માટે વધારાની જમીન સંપાદનમાં લેવા જણાવતા સુરત ઐરપોર્ટ મેનેજમેન્ટ ઓથોરિટીના વડા જિલ્લા કલેક્ટર આયુષ ઓકે 39.23 હેક્ટર જમીન સંપાદનમાં લેવા સુડાને પત્ર લખ્યો હતો. પરંતુ સુડા દ્વારા કલેકટર કચેરીને પત્ર લખીને મિટીંગમાં જે જમીનો ને લઈ ચર્ચા થઇ હતી તે જમીનો સુડા સત્તામંડળમાં સમાવિષ્ટ નહીં હોય માટે તેમના દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાશે નહી તેવું જણાવી દેવાયું હતું.

આ મામલે કલેક્ટર કચેરી દ્રારા ખુડાને જાણ કરવામાં આવતા ખુડાએ તા .૨૯ નવેમ્બરે કલેકટર કચેરીને પત્ર લખીને એરપોર્ટ ઓથોરિટીની હદ દર્શાવતા નકશામાં આવેલી રેવેન્યુ સરવે વાળી કેટલીક જમીન સુડાના સત્તામંડળમાં આવેલી છે તેવી સ્પષ્ટતા કરી હતી .અને તે જમીનો સંપાદન ની કાર્યવાહી સુડાએ કરવાની રહેશે તેવું જણાવ્યું હતું. સુડાના નકારાત્મક વલણથી અકળાયેલા કલેક્ટરે ૯ ડિસેમ્બરે સુડાને પત્ર મોકલીને આ મુદ્દે ગંભીરતા દાખવી જાહેરનામાને ધ્યાને લઈને ટાઉન પ્લાનર ખુડા સાથે સંપર્ક કરીને હકીકતલક્ષી અહેવાલ ત્વરિત મોકલવા માટે આદેશ આપ્યો હતો. એવું એક આરટીઆઇ અરજીમાં મળેલા ડોક્યુમેન્ટ અને પત્ર વ્યવહારથી જણાય છે. ક્રોસ રનવે અને હયાત રન-વે માટે જમીન ફાળવવા માટે ૧૮ મી નવેમ્બરે કલેક્ટર કચેરી ખાતે સુડા – ખુડા સહિતના જવાબદાર અધિકારીઓની મીટિંગ મળી હતી.

Most Popular

To Top