સુરત: શિયાળામાં સુરત એરપોર્ટ (Surat Airport) પર અને મેટ્રો સીટીનાં એરપોર્ટ પર ધુમ્મસભર્યા ખરાબ હવામાનને (Bad Weather) લીધે ચાલુ સપ્તાહે સતત ચોથીવાર સુરતથી દિલ્હી,હૈદરાબાદ અને ગોવા રૂટની ફ્લાઈટ મોડી પડી હતી. ઇન્ડિગોની સવારની દિલ્હી-સુરત ફ્લાઈટ (Flight) સવારે 8 વાગ્યે આવી પહોંચી હતી પણ લેન્ડિંગ માટે ક્લિયરન્સ નહીં મળતાં સુરત શહેરથી ઉભરાટ વચ્ચે ચક્કર લગાવી 9.37 કલાકે લેન્ડ થઈ હતી .ઇન્ડિગોની સાંજની ફ્લાઈટ સુરતથી 8.40 ને બદલે એક કલાક મોદી 9.40 કલાકે ટેક ઓફ થઈ હતી.એર ઇન્ડિયાની સવારની 09.20 કલાકની ફ્લાઈટ 22 મિનિટ મોડી પડી હતી.રાતે ઇન્ડિગોની સુરત-દિલ્હીની ફ્લાઈટ ખરાબ હવામાન ને લીધે રાતે 9.10 કલાકને બદલે 9.50 કલાકે રવાના થઈ હતી.જ્યારે હૈદરાબાદની ફ્લાઈટ સવારે 9.25 કલાકને બદલે 10.30 કલાકે લેન્ડ થઈ હતી.સ્પાઇસ જેટની સાંજની 5.05 કલાકની ફ્લાઈટ રાતે 10.55 કલાકે ટેક ઓફ થશે એવું ચાર્ટ રડારમાં દર્શાવ્યું હતું.
બસોમાં બેઠેલા પરીક્ષાર્થીઓને અડધે રસ્તે ખબર પડી કે પેપર ફૂટી ગયું છે
ઉમેદવાર પરીક્ષાર્થી રોશનીએ પોતાનો ઉકળાટ ઠાલવતા જણાવ્યું હતું કે, આગળ પણ અનેક પેપરો ફૂટી ચૂક્યા છે. મારા સહિતના ઉમેદવારો નોકરી મેળવવા માટે વર્ષોથી મહેનત કરતા હોય છે. અમારા સપનાનું શું?..,અમારા પરિવારની આશા શું?…,હું નોકરી કરતા કરતા રોજ ચારેક કલાકનો સમય કાઢીને તૈયારી કરતી હતી. સુરત સેન્ટર પર પરીક્ષા આપવા માટે હું સવારના સવારના સાડા ચાર વાગ્યાની ઉઠી છું. પાંચ વાગ્યે બસ પકડીને સુરત આવી છું. પરંતુ હવે પરીક્ષા મોકૂફ થતા ઘરે જવા સિવાય કોઇ પણ વિકલ્પ નથી.
મળસ્કે ચાર-ચાર વાગ્યે ઉઠીને પાંચ વાગ્યે વિદ્યાર્થીઓ સુરત આવ્યા હતા
ઉમેદવારો પરત ફરવા માટે એસટી બસમાં મફતમાં મુસાફરી કરી શકશે તેવી જાહેરાત કરી દેવામાં આવી હતી. જેને કારણે સુરત એસ.ટી. ડેપો પર ઘરે પાછા ફરનારા ઉમેદવારોનો ધસારો થયો હતો. ઉમેદવારોમાં ગુજરાત સરકારની પરીક્ષા લેવાની નાકામીનો આક્રોશ જોવા મળ્યો હતો. સુરત એસ.ટી. ડેપો પર ઉમેદવારો એક બીજા સાથે વાતચીત કરી પોતાના ઉકળાટ ઠાલવતા દેખાયા હતા. ઉપરાંત તકેદારીની સાથે સાથે કાયદો વ્યવસ્થા જાળવાય રહે તે માટે સુરત પોલિસે પણ સુરત એસ.ટી. ડેપો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.