સુરત: (Surat) સુરત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીની મિટિંગ મનપા કમિશનર અને સુડાના ચેરમેન બંછાનિધિ પાનીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી, જેમાં કામરેજ ચાર રસ્તાથી સુરત આવતા રસ્તાને સુરતના એન્ટ્રી ગેટ તરીકે આકોનિક બનાવી ડેવલપ કરવા તેમજ અંત્રોલી બલેટ ટ્રેનનું સ્ટેશન બનવાનું હોય તેની આસપાસના વિસ્તારને ગ્રીન ફીલ્ડ તરીકે ડેવલોપ કરવા નક્કી કરાયું હતું. સુરતથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરતમાં પણ એક સ્ટેશન હશે જે અંત્રોલીમાં આકાર પામશે. અંત્રોલી બુલેટ સ્ટેશન આઈકોનિક સ્ટેશન બને તે માટે તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે.
- સુરતથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં
- અંત્રોલી બુલેટ ટ્રેનના સ્ટેશનની આસપાસ 600 હેક્ટર જગ્યા ગ્રીન ફિલ્ડ તરીકે ડેવલપ કરાશે
- સુડાની બોર્ડ મિટિંગમાં એસવીપી અંગે નિર્ણય લેવાયો : કામરેજ ચાર રસ્તાને સુરતના એન્ટ્રી ગેટ તરીકે વિકસાવાશે, આજથી ઓપરેશન ડિમોલિશન
- અંત્રોલીનું ટાઉન પ્લાનિંગ પણ વિશ્વકક્ષાનું હોય તે દિશામાં કામ કરાશે તેમજ અંત્રોલી સ્ટેશન માટે એસ.પી.વી બનાવી કામગીરી કરાશે
સુરતથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરતમાં પણ એક સ્ટેશન હશે જે અંત્રોલીમાં આકાર પામશે. આ અંગે સુડાની બોર્ડ મિટિંગમાં અંત્રોલી બુલેટ સ્ટેશનની કુલ 600 હેક્ટર જગ્યાને ગ્રીન ફ્લિડ તરીકે ડેવલપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેમજ તે માટે એસપીવીની રચના પણ કરાશે, તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા મનપા કમિશનરે જણાવ્યું હતું કે, બુલેટ પ્રોજેક્ટ એ સમગ્ર દેશ માટે ડ્રીમ પ્રોજેક્ટ છે. સુરતમાં પણ બુલેટ ટ્રેનનું સ્ટેશન હોય તેને આકોનિક સ્ટેશન બનાવવા વિચારણા કરવામાં આવી રહી છે તેમજ અંત્રોલીનું ટાઉન પ્લાનિંગ પણ વિશ્વકક્ષાનું હોય તે દિશામાં કામ કરાશે તેમજ અંત્રોલી સ્ટેશન માટે એસ.પી.વી બનાવી કામગીરી કરાશે. જેમા સ્ટેકહોલ્ડર તરીકે કલેક્ટર, સુરત મનપા અને બુલેટ પ્રોજેક્ટના અધિકારીઓ રહેશે.
અંત્રોલી બુલેટ સ્ટેશન પ્રોજેક્ટને પ્રધાનમંત્રી ગતિશક્તિ સ્કીમ હેઠળ લેવાનું આયોજન કરાશે. જેથી તેના વધુમાં વધુ ટ્રાન્સપોર્ટ સાથે જોડી ડેવલપ કરી શકાશે. તે ઉપરાંત પલસાણા કડોદરા કોરીડોર માટે પણ એસપીવીની રચના કરાશે અને ગ્રીન ફી્લ્ડ ડેવલપ કરી યુનિક કોરીડોર તરીકે ડેવલપ કરાશે, તેવો નિર્ણય પણ સુડા બોર્ડ મિટિંગમાં લેવામાં આવ્યો હતો.