SURAT

અડાજણની 8માં ધોરણની વિદ્યાર્થીની ટ્યૂશન જવાનું કહી ઘર છોડી ગઈ, બીજા દિવસે માતાને ફોન કરી કહ્યું..

સુરત: (Surat) અડાજણ (Adajan) ખાતે હનીપાર્ક રોડ (Honey Park Road) પર રહેતી અને ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની (Student) ગઇ 3 તારીખે બપોરે ટ્યુશને (Tuition ) જવાનું કહીને ગયા બાદ બીજા દિવસે દિલ્હી (Delhi) સ્ટેશનથી મળી હતી. વિદ્યાર્થિનીએ તેની માતાને ફોન કરતા જાણ થઈ હતી. તેના ‘માતા-પિતા નાની બહેનને વધારે વહાલ કરે છે’ તેવું માનીને વિદ્યાર્થીની ઘર છોડી ગઈ હતી.

  • અડાજણમાં ધોરણ-8ની વિદ્યાર્થિની ટ્યુશન જવાનું કહીને ઘરેથી બચતના 5 હજાર રૂપિયા સાથે લઈ નીકળી ગઈ હતી
  • અડાજણના હનીપાર્ક રોડ પર રહેતા પુસ્તકોના વેપારીની મોટી દીકરી ટ્યૂશન જવાનું કહી ઘર છોડી ગઈ
  • સમયસર ઘરે નહીં આવતા શોધખોળ કરી તો ખબર પડી કે દીકરી ટ્યૂશને ગઈ નહોતી
  • દાદા-દાદીએ ટીવી જોવા બાબતે ઠપકો આપતા તે અંગેનું પણ માઠું લાગી આવ્યું હતું.
  • ‘માતા પિતા નાની બહેનને વધારે વહાલ કરતા હોવાનું માની મોટી ઘર છોડી દિલ્લી પહોંચી ગઈ હતી

અડાજણ હનીપાર્ક રોડ પર રહેતા અને પુસ્તકોના વેપારીની મોટી દીકરી ધોરણ 8 માં અભ્યાસ કરે છે. કિશોરી ગત 3 તારીખે બપોરે ટ્યૂશનમાં જવાનું કહીને નીકળી હતી. ટ્યુશનથી ઘરે નહીં આવતા તેની શોધખોળ કરતા તે ટ્યુશન પહોંચી જ નહીં હોવાની ખબર પડી હતી. અડાજણ પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બીજા દિવસે સવારે દિલ્હીથી વિદ્યાર્થિનીનો તેની માતાના મોબાઈલ પર ફોન આવ્યો હતો. દિલ્લી રેલ્વે પોલીસ તેને સહીસલામત સુરત લઈ આવી હતી.

બાદમાં વિદ્યાર્થિનીનું કાઉન્સલીંગ કરતા તેના મનમાં તેના ‘માતા પિતા નાની બહેનને વધારે વહાલ કરતા હોવાનું અને તેને ઘરમાં કોઈ વહાલ નથી કરતું’ તેવું હોવાનું જાણવા મળ્યું હતું. વિદ્યાર્થિનીને પોતાની પાસે બચત કરેલા 5000 રૂપિયા પણ સાથે લઇ ગઇ હતી. તેણીને તેના દાદા-દાદીએ ટીવી જોવા બાબતે ઠપકો આપતા તે અંગેનું પણ માઠું લાગી આવ્યું હતું. તેણી રીક્ષામાં સ્ટેશન પહોંચી અને ત્યાં દિલ્લીની ટ્રેનમાં બેસી ગઈ હતી. ટ્રેનમાં ટીસી પાસેથી દિલ્લીની ટીકીટ ખરીદી હતી. દિલ્હી સ્ટેશન પહોંચ્યા બાદ તેને માતાને ફોન કર્યો હતો. જેથી પરિવારે અડાજણ પોલીસને જાણ કરતા તાત્કાલિક દિલ્હી રેલવે પોલીસનો સંપર્ક કરી બાળકીને સુરત લવાઈ હતી.

Most Popular

To Top