સુરત: સુરતના (Surat) અડાજણ (Adajan) કોળીવાડ માં શાકભાજી લેવા નીકળેલી મહિલાનો અછોડો તોડી (Chain Snatching) બાઇક સવાર બે જણા ભાગી જતા ચર્ચાનો વિષય બન્યો હતો. આજે સવારે બનેલી આ ઘટનાના વિડીયો સામે આવતા મહિલા એ પોલીસ (Police) ફરિયાદ (FIR) નોંધાવી હતી. મનાલી પટેલે જણાવ્યું હતું કે ટામેટા લેવાના બહાને યુવક બાજુમાં ઉભો રહ્યો હતો. હું મોપેડ પર બેસતા જ એણે ગળામાં હાથ નાખી ચેઇન તોડી નાખી હતી. જોકે મેં ચેઇન પકડી લેતા અડધી તોડી ગયો હતો. ત્યારબાદ યુવક થોડે દૂર ઉભેલી બાઇક પર બેસીને ભાગી ગયો હતો.
મનાલી કલ્પેન પટેલે જણાવ્યું હતું કે ઘટના આજે સવારે જ બની હતી. અડાજણ કોળી વાડ માં એટલે કે ઘર નજીક જ બની હતી. હું મોપેડ પર શાકભાજી લેવા નીકળી હતી. મોપેડ પાર્ક કરી રોડ ક્રોસ કરતા બાઇક સવાર બે પૈકી એક ઉતરી ગયો હતો. ત્યારબાદ હું શાકભાજી ની લારી પર ગઈ તો એ પાછળ જ હતો. ટામેટા નો ભાવ કઢાવી મારી પર નજર રાખી રહ્યો હતો. હું શાકભાજી લઈ મોપેડ પર બેસી એટલે એને તરત મારા ગળા પર હાથ નાખી ચેઇન પકડી લીધી હતી. મેં પણ ગળા પર હાથ મૂકી ચેઇન બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ચેઇન તૂટી ક
જતા અડધી એના હાથમાં આવી ગઈ હતી.
વધુમાં જણાવ્યું હતું કે કંઈક સમજ પડે એ પહેલાં યુવક ભાગવા લાગ્યો હતો. મેં ચોર ચોર ની બુમો પાડી તો એક રાહદારી એ પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે થોડે દુર ઉભેલી એક બાઇક પર બેસી બન્ને યુવક ભાગવામાં સફળ રહ્યા હતા. આખી ઘટના CCTV માં આવી ગઈ હતી. તાત્કાલિક અડાજણ પોલીસ ને CCTV આપી ફરિયાદ નોંધાવી હતી. પોતે હાઉસ વાઈફ હોવાનું અને તેમના પતિ ટેક્સટાઇલ ઈજનેર હોવાનું જણાવ્યું હતું.