SURAT

સુરતમાં એક્ટિવા ચોરી કરવાનો વિચિત્ર કિસ્સો, સફેદ રંગનો હતો બધો તમાશો

સુરત: (Surat) મોજશોખ માટે સફેદ કલર પસંદ હોવાથી શહેરના ઉધના અને પાંડેસરા વિસ્તારમાંથી સફેદ એક્ટિવાની (Activa) ચોરી કરતા ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરીની ત્રણ સફેદ એક્ટિવા કબજે લેવાઈ હતી. ક્રાઈમ બ્રાંચની (Crime Branch) ટીમે બાતમીના આધારે આરોપી અંકુર ઉર્ફે રાજ રાજેશ પાઠક (ઉં.વ.૧૯, ૨હે, ૨૦૪, લક્ષ્મીવિલા એપાર્ટમેન્ટ, બમરોલી રોડ, સુરત તથા મુળ ઇટાવા, ઉત્તરપ્રદેશ), ચંદ્રશેખર ઉર્ફે શેખર મનોહર પવાર (ઉ.વ.૨૧, રહે,ઘર નંબર-૧૪, વિનાયક નગર સોસાયટી, ઉધના તથા મુળ દોડાઇચા, મહારાષ્ટ્ર) અને એક કીશોરને ઝડપી પાડ્યો હતો. આરોપીઓ પાસેથી પોલીસે (Police) જુદી જુદી ત્રણ એક્ટિવા જેની કિમત 70 હજારની તથા મોબાઈલ ફોન (Mobile Phone) મળી કુલ 76 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.

  • સફેદ મનપસંદ કલર હોવાથી મોજશોખ માટે માત્ર સફેદ એક્ટિવા જ ચોરતા ત્રણ પકડાયા
  • પાંચ એક્ટિવાની ચોરી કરી હોવાની કબૂલાત, પોલીસે ત્રણેય પાસેથી ચોરીના 3 સફેદ એક્ટિવા કબ્જે કર્યા
  • વાહનચોરોની પણ ચોરી કરવા માટેના વાહનની પોતાની અલગ પસંદગી હોય છે

આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ત્રણેય જણા ખાસ મિત્રો છે. ત્રણેય બેકાર હોવાથી રખડપટ્ટી કરે છે. ત્રણેયને હરવા ફરવા માટેનો શોખ છે, પરંતુ કામ ધંધો ન હોવાના કારણે રૂપિયા ન હોય ચાલતા જ ફરવા નીકળતા હતા. આરોપી અંકુર પાઠકને એક એક્ટિવાની ચાવી મળતા ત્રણેય જણાએ હરવા ફરવા માટે એક્ટિવા ચોરી કરવાનું નક્કી કર્યું હતું. આરોપીઓને સફેદ રંગ પસંદ હોવાથી સફેદ કલરની જ એક્ટિવા ચોરી કરવાનું નક્કી કરી છેલ્લા દસેક દિવસમાં ઉધના વિસ્તારમાંથી ચાર તથા પાંડેસરા વિસ્તારમાંથી એક મળી કુલ 5 સફેદ એક્ટિવાની રાત્રીના સુમારે ચોરી કરી હતી.

બે એક્ટિવા ફરીને આવ્યા બાદ પરત ત્યાં જ મુકી દીધી હતી, એકનો મોબાઈલ પણ છીનવી લીધો હતો
ઉધના વિસ્તારમાંથી ચોરી કરેલી એક્ટિવાઓ પૈકી બે એક્ટિવા જે જગ્યા ઉપરથી ચોરી કરેલી તે જગ્યા ઉપર જ પરત મુકી દીધી હતી. પરત મુકી દીધેલી એક્ટિવા પૈકીની એક એક્ટિવા ઉપર બેસી આરોપી અંકુર ઉર્ફે રાજ પાઠક અને કીશોરે પાંડેસરા દેવકી નંદન સ્કુલ પાસેથી ચાલતા જતા એક વ્યક્તિના હાથમાંથી એક મોબાઇલ ફોન ઝુંટવી લીધો હતો.

Most Popular

To Top