સુરત: (Surat) સીંગણપોર ખાતે રહેતી 15 વર્ષની કિશોરીને એકતરફી પ્રેમમાં (One Sided Love) પાગલ બનેલા યુવકે વાત નહીં કરે તો એસીડ એટેક (Acid Attack) કરી મારી નાખવાની ધમકી આપી હતી. કીશોરી તેની સાથે વાત નહીં કરતી છતા વસાહતમાં બધાને કીશોરીનું (Girl) નામ લઈને તેની લવર (Lover) હોવાનું કહીને બદનામ કરતો હતો. કીશોરીની માતાએ સીંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
- સીંગણપોરમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે કીશોરીને વાત નહીં કરે તો એસિડ નાખી મારવાની ધમકી આપી
- પોલીસમાં રિપોર્ટ કર કોઈ મારૂ તોડી લેવાનું નથી અને એવી જગ્યા ઉપર ઉભો છું ત્યાં પોલીસ શોધી શકશે નહીં
- મકાન ખાલી કરી ગયા પછી ફેસબુક અને વોટ્સએપ પર છેડતી કરતો હતો
સીંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી સિંગણપોર ગામમાં આવેલી નવી વસાહતમાં દોઢેક મહિનાથી કેતન રોહીદાસ કુવાર ભાડેથી રહેવા માટે આવ્યો હતો. કેતન તેની વિસ્તારમાં રહેતી 15 વર્ષની કિશોરીને એકતરફી પ્રેમમાં પડયો હતો. કીશોરીની આર્થીક પરિસ્થિતિ સારી ન હોવાથી તે અને તેની માતા પણ કામે જતી હતી. દરમિયાન કેતન દરરોજ કીશોરીનો પીછો કરતો હતો. અને તેની તેની સાથે વાતચીત કરવા દબાણ કરતો હતો. પરંતુ કીશોરીએ ગભરાઈ જતા તેની સાથે વાત કરવાની ના પાડી હતી.
કીશોરી તેની સાથે વાત નહીં કરતી છતા વસાહતમાં બધાને કીશોરીનું નામ લઈને તેની લવર હોવાનું કહીને બદનામ કરતો હતો. જેથી કીશોરીએ તેને જો સામે આવશે તો માર મારીશ તેવું કહેતા તે મકાન ખાલી કરી ગયો હતો. પરંતુ બાદમાં કીશોરીને ફેસબુક અને વોટ્સએપથી મેસેજ કરી ધમકી આપતો હતો. અલગ અલગ મોબાઈલ નંબર પરથી ફોન કરી કેતન સાથે લગ્ન ના કરે તો મારી નાખશે તેવી ધમકી આપતો હતો. કીશોરીના ભાઈને પણ ફોન કરીને ધમકી આપી હતી. ગઈકાલે ફોન કરીને પોલીસમાં રિપોર્ટ કર કોઈ મારૂ તોડી લેવાનું નથી અને એવી જગ્યા ઉપર ઉભો છું ત્યાં પોલીસ શોધી શકશે નહીં તેવી ધમકી આપતો હતો. વોટ્સએપથી સંપર્ક કરીને ફોન પર છેડતી કરી એસીડ નાખી મારી નાખવાની પણ ધમકી આપતા ગભરાઈને કીશોરીની માતાએ સીંગણપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.