સુરતઃ (Surat) શહેરના નાનીવેડ ખાતે પટેલ સમાજના અગ્રણીએ પરિણીતા સાથે દુષ્કર્મ (Rape) કરી પાંચ વર્ષ સુધી યોન શૌષણ (Abuse) કર્યું હતું. પરિણીતાએ અઢી મહિના પહેલાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સિંગણપોર પોલીસ સ્ટેશનમાં (Police station) આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ગઈકાલે સમાજના અગ્રણી શાંતીલાલ પટેલની ધરપકડ કરી છે.
- દુષ્કર્મનો વીડિયો બનાવી પાંચ વર્ષ સુધી યૌન શૌષણ કરતા અંતે પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો
- સમાજના અગ્રણીએ પરિણીતા પુત્રની સ્કુલ ફી ભરવા પૈસા લેવા ગઈ તો શરીર સંબંધ બાંધે તો જ પૈસા મળશે કહી દુષ્કર્મ આચર્યું
- 12 વર્ષની વયે પિતા ગુજરી જતાં ઘરનો વહીવટ સમાજના મોભી કહેવાતા શાંતિલાલ પટેલ જોતા હતા, મોટી થઈને પરણ્યા બાદ પિતા જેવા વડિલે જ ફાયદો ઉઠાવ્યો
સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ખાતે રહેતી પરિણીતા 12 વર્ષની હતી ત્યારે વર્ષ 1997માં તેના પિતાનું અવસાન થયું હતું. અને ત્યારથી તેમના પરિવારનો સમગ્ર વહીવટ નાનીવેડ ગામ ઉપલું ફળિયુંમાં રહેતા સમાજના અગ્રણી શાંતિલાલ ઉર્ફે શાંતુલાલા દુર્લભભાઇ પટેલ જોતા હતા. પરિણીતાના વર્ષ 2003 માં લગ્ન થયા હતા. તેને સંતાનમાં હાલ 18 વર્ષની પુત્રી અને 14 વર્ષનો પુત્ર છે.
પરિણીતાના પતિ અને પરિણીતાના ભાઈએ વર્ષ 2013માં પોતાની મિલ્કતમાં બે દુકાન બનાવી ભાડે આપી હતી. તેના ભાડાનો વહીવટ શાંતિલાલ ઉર્ફે શાંતુલાલા દુર્લભભાઇ પટેલ જ રાખતા હતા. વર્ષ 2015 માં ભાઈને અકસ્માતમાં ગુમાવનાર પરિણીતાને જૂન 2017 માં પુત્રની સ્કુલની ફી ભરવા પૈસાની જરૂર હોવાથી તે શાંતિલાલ ઉર્ફે શાંતુલાલા પટેલ પાસે ગઈ હતી ત્યારે તેમણે તેની સાથે અડપલાં કરી બાદમાં શરીર સંબંધ બાંધે તો જ પૈસા મળશે કહી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાક્રમ ત્યારબાદ વારંવાર ચાલતો રહેતા પરિણીતા શાંતિલાલથી ત્રાસી ગઈ હતી, તેણીએ આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. છેવટે પતિને વાત કરીને શાંતિલાલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સિંગણપોર પોલીસે ગઈકાલે શાંતિલાલ ઉર્ફે શાંતુલાલા દુર્ભલભાઇ પટેલ ( રહે.ઘર નં.412, ઉપલું ફળિયું, નાનીવેડ ગામ, કતારગામ, સુરત ) ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શાંતિલાલ પરિણીતાની વીડિયો ક્લિપ બનાવી લીધી હતી
શાંતિલાલ અવારનવાર પરિણીતાને બોલાવી દુષ્કર્મ કરી મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો. વીડિયો ક્લિપના આધારે શાંતિલાલ ઉર્ફે શાંતુલાલા પટેલે પાંચ વર્ષ સુધી યૌન શોષણ કર્યું હતું. પરિણીતાએ છેવટે પતિને વાત કરી અને પરિણીતાના પતિએ શાંતિલાલ પટેલને વાત કરતાં શાંતુલાલાએ સમાધાન માટે દબાણ કર્યું હતું. આથી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં શાંતિલાલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.