સુરત (Surat) : આંગડીયાના (Aangadiya) વિસ્તારમાં રેકી કરી હેલ્મેટનો (Helmet) ઉપયોગ કરી આવતા જતા લોકો પર નજર રાખી તેનો પીછો કરી મોપેડની (Moped) ડીક્કી (Dickey) ખોલી રોકડની ચોરી (Cash Theft) કરતા આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે આરોપી રામકેવલ ઉર્ફે રાકેશ રાજકુમાર સરોજ (ઉ.વ.44, રહે. સચિન સુડા-ર મારવાડીના મકાનમાં ઘર નં: ૯૪ સુરત તથા શીરૂર જી: પુણે, મહારાષ્ટ્ર તથા મુળ સુલતાનપુર, ઉત્તર પ્રદેશ) ને ગઈકાલે સચિન સુડા આવાસ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી બાઈક, બે મોબાઈલ ફોન, આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, ડેબિટ કાર્ડ મળીને કુલ 50 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.
- ઘોડદોડ રોડ પર આંગડીયામાંથી પૈસા લઈને નીકળનારની રેકી કરી મોપેડની ડીક્કીમાંથી 4.98 લાખ ચોરી કરી હતી
- આરોપી ઝડપાતા કુલ ત્રણ ગુનાઓના ભેદ ઉકેલાયા
તેની પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે, ગત 3 જુને નવસારી રેલવે સ્ટેશન ગુપ્તા હોટલ પાસેથી યુનિકોર્ન બાઈક ચોરી કરી હતી. અને તે બાઈક દ્વારા સુરત શહેરના હીરા બજાર અને આંગડીયા પેઢી વિસ્તારમાં આંટાફેરા મારતો હતો. 11 જુને ભવાનીવડ વિસ્તારમાંથી ઈલેક્ટ્રિક મોપેડ ચાલકનો પીછો કર્યો હતો. સાંજે ઘોડદોડ રોડ મીરાનગર ખાતે નવા બંધાતા મકાન પાસે પાર્કિંગમાં ઈલેક્ટ્રિક મોપેડની ડીકીમાંથી પ્લાસ્ટિક કોથળીમાં વિટાળીને રાખેલા રોકડા 4.98 લાખ રૂપિયા ચોરી કર્યા હતા. જેમાંથી સાડા ચાર લાખ રૂપિયા પત્ની સાવીત્રીદેવીના સેન્ટ્રલ બેંકના એકાઉન્ટમાં 13 જુને પૂણે રાંજણગામ અને અહમદનગર શાખામાં જમા કરાવ્યા હતા. તથા બાકીના રૂપિયા પોતાના સેન્ટ્રલ બેંકના એકાઉન્ટમાં અહમદનગરમાં જમા કરાવ્યા હતા.
ગત 20 મે ના રોજ પૂણે નિગડી ટીળક ચોક વિસ્તારમાંથી (MH-14-GL-8861) નંબરની બાઈક ચોરી કરી હતી. પૂણે શીરૂર ગુજરમાલા વિસ્તારમાં પોતાના ઘર પાસે પાર્ક કરી છે. માર્ચ 2022 માં ગુજરાત ગેસ સર્કલ પાસેથી પોતાના મિત્ર જીતેન્દ્ર તિવારી સાથે મોટર સાઈકલ ડ્રીમ યુવા ચોરી કરી હતી. અને તેના દ્વારા સુરત શહેરના હીરા બજાર (Diamond Market) અને આંગડીયા પેઢી વિસ્તારમાં આંટાફેરા મારીને ભવાનીવડ ખાતે એક એક્ટિવાની (Activa) ડીકીમાંથી રોકડા 30 હજાર રૂપિયાની ચોરી કરી હતી.
આરટીઓ એપ પરથી મુળ માલિકના નામ જાણી લેતા હતા
આરોપી બાઈકની ચોરી કરી આંગડીયા વિસ્તારમાં રેકી કરતા હતા. અને ઓળખ છુપાવવા માટે હેલ્મેટ પહેરી આવતા જતા લોકો પર નજર રાખતા હતા. જો કોઈ વ્યક્તિ મોપેડમાં રોકડ મુકેલી જણાય તો તેનો પીછો કરી મોકો મળતા ચાવીનો ઉપયોગ કરી ડીક્કી ખોલી ડીક્કીમાંથી અંદર મુકેલી રોકડ ચોરી કરતા હતા. વધુમાં આરોપી જે ગાડીની ચોરી કરે છે. તે ગાડીની વિગત આર.ટી.ઓ એપ્લિકેશનનો ઉપયોગ કરી મુળ માલિકના નામ જાણી લેતા હતા. અને આ ગાડી પોતાના અંગત ઉપયોગ માટે વાપરતા હતા.