મોહરમ તહેવાર નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સુરત શહેરમાં તજીયાનું જુલૂસ કાઢવામાં આવશે. શનિવારે શહાદાતની રાત્રીએ સુરત કોટ વિસ્તારના તાજીયાઓ ઝાંપાબાઝાર એકત્રિત થશે. અહીંથી જુલૂસ શરૂ થશે. ઝાંપાબજારમાં શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નારિયેળ ફોડી જુલૂસની શરૂઆત કરાવશે. શહાદત ની રાત્રીએ તાજીયા જુલૂસ ઝાંપાબાજરથી મોતી સિનેમા થઈ મુંબઈવડ થઈ નવાબસાહેબને બંગલે નવાબવાડી જઈ પરત વાસફોડાપુલથી પોતાની થાનક પર આવશે. શહાદત ની રાત્રીએ લીંબાયત, ઉન, ભેસ્તાન, રાંદેર વિતરના તાજીયા પોતપોતાના વિસ્તામાંજ ફરશે.
યૌવમે આશુરા તજીયા ઠંડા થવાનું મુખ્ય જુલુસ રવિવારે કાઢવામાં આવશે. સમગ્ર સુરતના તાજીયા રાજમાર્ગ ઉપર નીકળશે. લીંબાયત, સલાબતપુરા, મહિધરપુરાના તાજીયા વાંસફોડાપુલથી ઝાંપાબાઝાર થઈ ટાવરથી ભાગળ ચાર રસ્તે પહોચશે. ઉન ભેસ્તાન ઉધનાથી નવાસારી બજાર અને નાનપુરા ગોપીપુરાના તાજીયા પણ નવસારીબજારથી કોટસફિરોડ થઈ ભાગળથી રાજમાર્ગ પર તાજીયા જુલુસમાં જોડાશે. સૈય્યદપુરા, ચોક, લાલગેટ વિસ્તારના તાજીયા હરિપુરા રૂવાળા ટેકરા થઈ ભાગળ ચારરસ્તેથી રાજમાર્ગે જોડાશે. ભાગળ ચાર રસ્તે કોમી એકતાનો મહાકાર્યક્રમ યોજાશે. જેમાં જુલુસમાં સૌથી વહેલા આવનારા 10 તાજીયાને શહેરના મહાનુભાવો દ્વારા સમ્માનિત કરાશે. આ અવસરે મેયર દક્ષસે માવાણી હિન્દુ મિલન મંદિરના સંત સ્વામી અંબરીશાનંદજી મહારાજ, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, સાંસદ મુકેશ દલાલ, પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત, માજીમેયર કદિર પીરઝાદા, પદ્મશ્રી યઝદી કરંજીયા, ધારાસભ્ય અરવિંદ રાણાના હસ્તે ટ્રોફી આપવાનો કોમીએકતાનો કાર્યક્રમ થશે. તાજીયા જુલુસ ભાગળ ચાર રસ્તાથી રાજમાર્ગથી જૂની લાલગેટ ચોકીથી ક્રાઉન ડેરી થઈ મુગલીસરા SMC થઈ આઈ. પી. મિશન સ્કૂલ, વરિયાવી બજારથી હોડીબંગલા પહોંચશે. અહીં તાજીયા ઠંડા કરવામાં આવશે.
તાજીયા કમિટીના પ્રમુખ અસદ કલ્યાણીએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી તાજીયા કમિટી કાર્યાલય બેગમપુરા મુરગવાન ટેકરા ખાતે તાજીયા સ્થાપના અને તાજીયા જુલુસના તજીયા, સવારી, અખાડા, દુલદુલ, પરી, ઘોડા, પરબના 350 જેટલાં પરમીટ ફોર્મ ભરવામાં આવ્યા છે. એક તજીયા સાથે પાંચ સ્વયંસેવક અને એક પરમીટધારકને સુરત શહેર તાજીયા કમિટી તરફથી આઈકાર્ડ આપવામાં આવ્યા છે. વરસાદી માહોલ હોઈ આકસ્મિક ઘટના ના ઘટે એની તકેદારી રાખી તાજીયા થાનકો ઉપરથી શહાદતની રાત્રીએ ઈશાની નમાજ બાદ અને યોવમે આશુરાના દિવસે બપોરે ઝોહરની નમાઝબાદ વહેલા નીકળવા તાજીયા કમીટીના હોદ્દેદારો અસદ કલ્યાણી, ઈસરાઈલ શેખ, સોહેલ હાંસોટી, એડવોકેટ રાજુ. મલેક, મોહસીન મિર્ઝા, ઇમરાન મેમણ, રોશન શેખ, એડવોકેટ શબનમ પતંગવાળા, કેસર પીરઝાદા, અઝહર શેખ અને આમિર મલેક દ્વારા અપીલ કરવામાં આવી છે.
