સુરત : (Surat) ડિંડોલીમાં ધો.6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો (Student) અન્ય એક વિદ્યાર્થી સાથે ઝઘડો (Quarrel) થયો હતો. ટીચરે (Teacher) વિદ્યાર્થીને વાલીને (Parents) બોલાવી લાવવાનું કહેતા તે શાકભાજીવાળા (Vegetable hawker) પાસેથી 10 રૂપિયા લઇને ક્યાંક ચાલ્યો ગયો હતો. મોડી સાંજ સુધી પણ વિદ્યાર્થી ઘરે નહીં આવતા આખરે પોલીસ ફરિયાદ (Police Complaint) કરાઇ હતી.
- મોડી સાંજ સુધી વિદ્યાર્થી ઘરે નહીં પહોંચતા પોલીસ ફરિયાદ
- વિદ્યાર્થી શાકભાજીવાળા પાસેથી 10 રૂપિયા લઇને ચાલ્યો ગયો
પ્રાપ્ત વિગતો મુજબ નવાગામ લક્ષ્મીનારાયણ સોસાયટી વિભાગ-1માં રહેતા સુરેન્દ્રસીંગ જવાલાસીંગ રાજપુત પાંડેસરા પ્રમુખપાર્ક ખાતે આવેલા જરીના કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના બે પુત્ર છે અમન અને મનીષ, બંને ડિંડોલી સાંઇ પોઇન્ટ પાસે આવેલી સ્કૂલમાં એક સાથે ધો.6માં અભ્યાસ કરે છે. અમનનો સાથી વિદ્યાર્થીની સાથે ઝઘડો થતા તેને ઘરેથી વાલીને બોલાવી લાવવા માટે કહ્યું હતું. બીજી તરફ અમનની માતા તેના નાના પુત્ર મનીષને દવાખાને લઇ જવાનો હોવાથી સ્કૂલે આવ્યા હતા. પરંતુ અહીં અમન જોવા નહીં મળતા તેઓએ પુછપરછ કરી હતી.
સ્કૂલ શિક્ષકના જણાવ્યા બાદ અમનની માતા ઘરે પહોંચી હતી પરંતુ ત્યાં પણ અમન આવ્યો ન હતો. આજુબાજુમાં તપાસ કરતા અમન એક શાકભાજીવાળા પાસેથી રૂા. 10 લઇને સિટીબસમાં બેસીને કશે જતો રહ્યો હતો. આ માહિતીના આધારે અમનની માતાએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. પીએસઆઇ બિપીન ચૌધરીના જણાવ્યા પ્રમાણે અમન પાંડેસરા તરફ ગયો હોવાની માહિતી મળી છે. જેના આધારે અમારી ટીમે પાંડેસરામાં તપાસ શરૂ કરી છે.
ઉધનામાં મચ્છી લેવા ગયેલા યુવકને લાફા મારી મોબાઈલ લૂંટી લેવાયો
સુરત : ઉધનાની સંજયનગર ઝૂંપડપટ્ટી જાહેર શૌચાલયની બાજુમાં આવેલી માછલીની દુકાનમાં માછલી લેવા માટે ગયેલા યુવકને બે અજાણ્યા સાતથી આઠ લાફા મારીને પાંચ હજારની કિંમતનો મોબાઇલ લૂંટી લઇ ફરાર થઇ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભાઠેના મિલેનિયન-૪ માર્કેટમાં પતરાના મકાનમાં રહેતા અને મજૂરીકામ કરતા શ્રવણ કાશીરામ વળવી (ઉં.વ.૩૧) અઠવાડિયા પહેલા ઉધના સંજયનગર ઝૂપડપટ્ટીïમાંï જાહેર શૌચાલયની બાજુમાં મચ્છી લેવા માટે ગયો હતો. ત્યાં બે યુવક તેની પાસે આવ્યા હતા અને અચાનક જ લાફા મારવા લાગ્યા હતા. બંને અજાણ્યાએ શ્રવણને સાતથી આઠ લાફા મારીને તેની પાસેથી પાંચ હજારનો મોબાઇલ, એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ લઇ ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.