SURAT

સુરત: મકાન પડાવી લેવા દંપતીએ 73 વર્ષના વૃદ્ધને પેટમાં લાતો મારી ઘરની બહાર ફેંકી દીધાં!

સુરત(Surat) : ભટારમાં રહેતા વૃદ્ધે (OldMan) જરીવાલા દંપતિ (Couple) સાથે પોતાના મકાનનો (House) સોદો (Deal) કર્યા બાદ કેન્સલ (Cancel) કરી દીધો હતો. પરંતુ જરીવાલા દંપતિની દાનત બગડતા મકાન પચાવી પાડવા માટે વૃદ્ધના ઘરે આવી ભારે હોબાળો કરી મારપીટ (Fight) કરી વૃધ્ધને જાતિ વિષયક ગાળો આપી હતી. અને તેનો મોબાઇલ ફોન પણ લઈ માર મારી ઘરનો સામાન રસ્તા પર ફેંકી દીધો હતો. આખરે વૃદ્ધે પોલીસનું શરણ લઈને ખટોદરામાં ફરિયાદ (Police Complain) નોંધાવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભટાર ખાતે વિશાલ નગર કો- ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં ૨હેતા 73 વર્ષીય તુલસીદાસ કિશનલાલ સોલંકીએ અગાઉ ઉધના ભરતનગર પાસે આવેલા ઓમ સાંઈનગર સોસાયટીમાં રહેતા વિજયકુમાર શરદચંદ્ર જરીવાલા સાથે મકાન વેચવાનો સોદો કર્યો હતો.

જોકે ત્યારબાદ આ સોદો તેઓએ કેન્સલ કરી દીધો હતો. સોમવારે વૃદ્ધ પોતાના ઘરે હાજ૨ હતા ત્યારે વિજયકુમાર જરીવાલા તથા તેની પત્ની બિનિતાબેન જરીવાલા અને વિજય જરીવાલાના પાંચથી છ ઓળખીતા વ્યક્તિઓ તેના ઘરે આવ્યા હતા. અને તુલસીદાસને મકાન ખાલી કરવા માટે જણાવ્યું હતું.

જોકે તુલસીદાસે જણાવ્યું હતું કે અમારી વચ્ચેનો સોદો કેન્સલ થઈ ગયો છે અને પોતાના પૈસા પાછા લઈ જવાનું જણાવ્યું હતું. જેથી આરોપીઓએ ભેગા મળી તુલસીદાસને પાછળથી પકડી લઈ જાતિ વિષયક ગાળો આપી તેનો મોબાઇલ લઇ લીધો હતો. અને પેટ ઉપર તથા પગના ભાગે લાતો મારી થપ્પડો અને ઢીકમુક્કીનો ઢોર માર માર્યો હતો.

આ દરમિયાન તુલસીદાસે છોડી દેવા માટે આજીજી કરી હોવા છતાં પણ તેને નહીં છોડી તમામ આરોપીએ ભેગા મળી તુલસીદાસના ઘરનો રસ્તા પર ફેંકી દીધો હતો અને ઘરને તાળું મારી દીધું હતું. વૃદ્ધે આ અંગે ખટોદરા પોલીસમાં અરજી કરતા પોલીસે જરીવાલા દંપત્તિ અને પાંચ-છ અજાણ્યા સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top