SURAT

જબરી હિંમત, માતાની પાછળ ચાલતી 17 વર્ષની યુવતીને ઉઠાવી જઈ બળાત્કાર ગુજાર્યો, સુરતમાં રોમિયો બેફામ બન્યા

સુરત : (Surat) ઉધનામાંથી માતાની (Mother) પાછળથી જ તેની સગીર પુત્રીનું (Daughter) અપહરણ (Kidnap) કરી અમદાવાદ તેમજ અન્ય જગ્યાએ લઇ જઇને બળાત્કાર (Rape) કરવાના કેસમાં આરોપીને (Accused) 10 વર્ષની સખત કેદની (Imprisonment) સજાનો હુકમ કરાયો હતો. આ કેસમાં ભોગ બનનાર સગીરાને 1 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરાયો હતો.

આ કેસની વિગત મુજબ ઉધનામાં રહેતી 17 વર્ષિય સગીરાની મુલાકાત સોશિયલ મીડિયા ઇન્સ્ટ્રાગ્રામ (Instagram) ઉપર જહાંગીરપુરા વૈષ્ણોદેવી ટાઉનશીપમાં રહેતા વેલીંગ્ટન વિનોદભાઇ ક્રિશ્ચિયનની સાથે થઇ હતી. જેના ત્રણ મહિના બાદ વિનોદ સગીરાના ઘરે ગયો હતો અને ત્યાં તેણીને મોપેડની ચાવી જબરદસ્તીથી આપી હતી.

  • સોશિયલ મીડિયામાં સંપર્ક થયા બાદ યુવકે સગીરાને મળી જબરદસ્થી મોપેડની ચાવી આપતાં વિવાદ થયો હતો
  • કોલેજમાં સ્ટેજ ઉપર પરફોર્મ કરતી સગીરાને લગ્ન માટે દબાણ કરી માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી હતી

આ સમગ્ર મામલે વિવાદ થતાં વેલીંગ્ટને પોલીસ મથકમાં (Police station) માફી માંગીને સમાધાન (Compromise) કર્યું હતું. ત્યારબાદ સગીરાના કોલેજમાં કાર્યક્રમ હતો ત્યારે આ વેલીંગ્ટન કોલેજમાં (College) ગયો હતો. સગીરા સ્ટેજ ઉપર પર્ફોમન્સ (Performance) કરતી હતી ત્યારે સ્ટેજ (Stage) ઉપર જ સગીરાના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપીને સગીરાને લગ્ન (Marriage) માટે દબાણ કર્યુ હતું.

આ સગીરા પોતાની માતા સાથે ઉધના-નવસારી રોડ ઉપર અરીહંત કોમ્પલેક્સની પાસેથી પસાર થતી હતી. સગીરાના માતા આગળ ચાલતા હતા અને સગીરા પાછળ ચાલતી હતી. આ દરમિયાન એક્ટિવા ઉપર વેલીંગ્ટન આવ્યો હતો અને સગીરાનું અપહરણ કરીને અમદાવાદ સહિતના વિસ્તારોમાં લઇ ગયો હતો, જ્યાં સગીરાની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી વેલીંગ્ટન સામે બળાત્કાર સહિતની ફરિયાદ (Complaint) નોંધીને તેની ધરપકડ (arrest) કરવામાં આવી હતી.

આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિશાલ ફળદુએ દલીલો કરી હતી અને આરોપીને વધુમાં વધુ સજા કરવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી વેલીંગ્ટનને તકસીરવાર (Guilty) ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજા (Punishment) તેમજ ભોગ બનનાર સગીરાના પરિવારને રૂા. 1 લાખનું વળતર (Compensation) ચૂકવવાનો પણ આદેશ (Order) કરાયો હતો.

Most Popular

To Top