સુરત(Surat) : અભ્યાસમાં ગણિત (Mathematics) એક એવો વિષય છે જેનાથી સામાન્ય રીતે બાળકો (Kid) દૂર ભાગતા હોય છે. શાળામાં (School) ભણાવતો આ વિષય વિદ્યાર્થીઓને (Student) વધારે પસંદ નથી પડતો નથી. જેના કારણે વિદ્યાર્થીઓ આ વિષયથી દૂર રહેતા હોય છે. પરંતુ સુરતમાં સાડા સાત વર્ષના નાના બાળકે પાણીમાં ગણિત કરીને કમાલ કરી બતાવી છે. એટલું જ નહીં પાણીમાં ગણિત કરવા માટે તેને ઈન્ડિયા બુક ઓક રેકોર્ડમાં (India Book Of Record) સ્થાન પણ મેળવ્યું છે.
સુરતમાં રહેતા સાડા સાત વર્ષના અદ્વૈત અગ્રવાલે અનોખી કમાલ કરી બતાવી છે. અન્ડરવોટરમાં (Under Water) રહીને તેને સૌથી ઓછી સેકન્ડમાં લાંબા લાંબા સરવાળા કરીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. અદ્વૈતની માતા શીખા અગ્રવાલના જણાવ્યા પ્રમાણે અદ્વૈત એક વર્ષનો હતો. ત્યારથી જ તેને ગણિતના વિષયમાં ખૂબ રસ હતો. ગણિત વિષયમાં પહેલાથી રુચિ હોવાથી અદ્વૈતે સૌથી પહેલા મેથ્સ વિષયનું કોચિંગ લીધું હતું અને તે પછી તેણે સ્વીમિંગનું પણ કોચિંગ કર્યું હતું. આ બંને કળાને એક સાથે ભેગા કરીને તેને અન્ડરવોટરમાં દાખલા ગણવાનો એક રેકોર્ડ બનાવ્યો છે. અન્ડરવોટરમાં રહીને 40 સેકન્ડમાં લાંબો સરવાળો કરીને તેણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
ઇન્ડિયાનું મોસ્ટ યુનિક આર્ટ : 50 સેકન્ડમાં નેઇલ પેઇન્ટિંગ તૈયાર કરતા ગોલ્ડ મેડાલિસ્ટ કમલ ભટ્ટ
સુરત: ભારત સરકાર દ્વારા આઝાદીના 75મા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભારતનાં અલગ-અલગ રાજ્યોના હસ્ત કલાકારોને રોજગારી મળી રહે એ હેતુથી હસ્તકલા હાટ-2022નું સુરત સાયન્સ સેન્ટર ખાતે આયોજન કરાયું છે. ભારતના મોસ્ટ યુનિક આર્ટ ગણાતા નેઇલ પેઇન્ટિંગ કલાકારે પણ પ્રદર્શનમાં ભાગ લીધો છે.
વિલુપ્ત થતી જઇ રહેલી નેલ પેઇન્ટિંગની 600-700 વર્ષ જૂની કળાને ગોલ્ડ મેડાલિસ્ટ કમલ ભટ્ટ દ્વારા જીવંત રાખવામાં આવી છે. પિતા પાસેથી નેઇલ પેઇન્ટિંગ શીખેલા કલાકાર કમલભાઇ સાયન્સ સેન્ટર ખાતે આયોજિત હસ્તકલા હાટ પ્રદર્શનમાં સ્ટોલ રાખ્યો છે. ભારત અને ગુજરાતમાં માંડ 8થી 10 કારીગર નેઇલ પેઇન્ટિંગ જાણે છે. તેમાંના એક કમલ ભટ્ટ છે. આણંદના વતની કમલ ભટ્ટ તેમના પિતા જે સાદાં કપડાં ઉપર ઓઇલ કલર લગાવી તેનો ઉપયોગ નેલથી બનાવેલા પેઇન્ટિંગમાં રંગ પૂરવા માટે કરતા હતા તે જ કપડું આજે પણ કમલ ભટ્ટે સાચવી રાખ્યું છે. કમલ ભટ્ટ માત્ર 50 જ સેકન્ડમાં ડેમો પેઇન્ટિંગ તૈયાર કરી નાંખે છે. કમલ ભટ્ટની કળા જોઇ તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રોત્સાહિત કર્યા હતા.