surat : શહેરના લિંબાયત ખાતે રહેતા આર્યન ખાન નામના વ્યક્તિએ ફ્લીપકાર્ટ ( flipcart ) ઉપર મોબાઈલ ઓર્ડર ( mobile order) કર્યા બાદ ડિલીવરી બોયને માર મારી રૂપિયા નહીં ચુકવી તેની પાસેથી મોબાઈલ ફોનની લુંટ કરી નાસી ગયો હતો. લિબાયત પોલીસમાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ઉધના રોડ ખાતે વિકાસનગરમાં રહેતો 37 વર્ષીય દિલીપ હોન્યાભાઈ ગામીત ચારેક વર્ષથી ઉધના ઝોન ઓફિસની સામે ઇન્સટાકાર્ટ સર્વિસીસ પ્રાઈવેટ લીમીટેડ નામની ઓનલાઈન કંપની ( online company) માં ડિલીવરી બોય તરીકે નોકરી કરે છે. તેની પત્ની અને 5 માસની પુત્રી હાલમાં તેમના વતન ગયા છે. આ કંપની ફ્લીપકાર્ટ કંપનીને મળેલા ઓનલાઈન ઓર્ડરનો ( online order) માલ સમાનના પાર્સલની હોમ ડિલીવરી ( Home delivery ) નું કામ કરે છે. દિલીપ ડિલીવરી બોય તરીકે લિંબાયત વિસ્તારમાં કામ કરે છે.
ગઈકાલે સવારે દિલીપ ઓફિસમાંથી ડિલીવરીનું લીસ્ટ લઈને નીકળ્યો હતો. ત્યારે 11 વાગે આર્યન ખાન (રહે. મહાપ્રભુ નગર સેવન્થ ડે ઇંગ્લીશ હાઈસ્કૂલની પાસે, લિંબાયત) નામના ગ્રાહકે આઈફોન -11 ફોન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. દિલીપ સ્કૂલ પાસે જઈને આર્યનને ફોન કરી જણાવ્યું હતું કે ‘મે ફ્લીપકાર્ટ કંપની સે બાત કરતા હું ઓનલાઈન મોબાઈલ ફોન કા ઓર્ડર દીયા થા તો મેં સ્કૂલ કે પાસ ખડા હું. આર્યનએ મે અભી ઘર સે નિકલ ગયા’ હોવાનું કહ્યું હતું. જેથી દિલીપએ ‘જબ તુમ ઘર પે આઓ મુજે ફોન કરના તબતક દુસરા ઓર્ડર ખત્મ કર કે આતા હું’ કહીને નીકળી ગયો હતો. બાદમાં પોણા બારેક વાગે દિલીપના મોબાઈલ ઉપર ફોન આવ્યો હતો કે, ‘મેરા ભાઈ સેવન્થ ડે સ્કુલ કે પાસ ખડા હૈ ઉસકે સાથ તુમ મેરે શોપ પર ચલે આઓ’ તેવું આર્યનએ કહ્યું હતું. દિલીપ સ્કૂલ પાસે પહોંચતા એક વ્યક્તિ મોપેડ લઈને ઉભો હતો.
આ વ્યક્તિ દિલીપને તેની પાછળ આવવાનું કહીને મંગલા પાર્ક સોસાયટીમાં લઈ ગયો હતો. ત્યાં જઈને ‘તુમ યહી ખડે રહો ભાઈકો બુલા કે લાતા હું’ કહી પેલો વ્યક્તિ નીકળી ગયો હતો. બાદમાં બીજા ત્રણેક જણાને લાવી એક જણે પોતે આર્યન ખાન હોવાનું કહી મોબાઈલ બતાવવા કહ્યું હતું. મોબાઈલ ફોન કાઢતાની સાથે દિલીપના હાથમાંથી લુંટી તેને ઢીકમુક્કીનો માર મારી નાસી ગયા હતા. આ અંગે લીંબાયત પોલીસમાં લુંટની ફરિયાદ દાખલ કરતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.