National

સુપ્રીમ કોર્ટ તરફથી શરદ પવાર જૂથને ઝટકો, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને બદલે મળ્યું આ નવું નામ અને ચિન્હ

સુપ્રીમ કોર્ટે (Supreme Court) નક્કી કર્યું છે કે શરદ પવાર (Sharad Pawar) જૂથ કયા નામ અને ચૂંટણી પ્રતીક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી (Election) લડશે. સુપ્રીમ કોર્ટે શરદ પવાર જૂથની પાર્ટીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદ ચંદ્ર પવાર અને ટ્રમ્પેટ વગાડનાર વ્યક્તિના ચૂંટણી પ્રતીક તરીકે ફાળવી છે. જ્યારે અજિત પવાર જૂથને ઘડિયાળનું ચૂંટણી ચિહ્ન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું નામ આપવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રમાં અજિત પાવર જૂથ અને શરદ પવાર જૂથ વચ્ચેના નામ અને ચૂંટણી પ્રતીકના મામલામાં સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. ચૂંટણી પંચે અજિત પવારને NCP પાર્ટી અને ઘડિયાળ ચૂંટણી ચિન્હ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સામે શરદ પવારના જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણયને યથાવત રાખ્યો છે અને ચૂંટણી ચિન્હ તેમજ પાર્ટીનું નામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અજિત પવાર જૂથને આપ્યું છે.

બીજી તરફ શરદ પવાર જૂથને ‘રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદ ચંદ્ર પવાર’ નામ અને ‘એ મેન બ્લોઇંગ એ ટ્રમ્પેટ’ ચૂંટણી ચિન્હની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે તેમણે શરદ પવારના જૂથને આ પ્રતીક અને નામના આધારે આગામી લોકસભા ચૂંટણી લડવાની સૂચના આપી છે. સર્વોચ્ચ અદાલતે ભારતના ચૂંટણી પંચને શરદ પવાર જૂથ માટે ‘મેન બ્લોઇંગ ટ્રમ્પેટ’ ચૂંટણી ચિન્હ અનામત રાખવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે આ પ્રતીક અન્ય કોઈ પક્ષ કે ઉમેદવારને ફાળવવામાં આવવું જોઈએ નહીં.

Most Popular

To Top