National

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર: કહ્યું, શું ગ્રામીણ લોકો કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવવા સક્ષમ છે?

નવી દિલ્હી: (Delhi) કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં દેશના તમામ પુખ્ત વયના લોકો એટલે કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપી દેવામાં આવશે. સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પાંચ ટકા લોકોએ કોરોના બંને ડોઝ મેળવી લીધા છે. જો કે, ઘણા નિષ્ણાતો કહે છે કે આ વર્ષના અંત સુધીમાં ફક્ત 30-40% વસ્તીને જ રસી આપવામાં આવી શકે છે. બીજી તરફ કોર્ટે સરકારને (Government) ઠપકો આપતા કહ્યું કે કોવિન એપ પર ફરજિયાત નોંધણી ગ્રામીણ વિસ્તારના લોકો માટે કેવી રીતે શક્ય છે. જસ્ટિસ ચંદ્રચુડે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે તમે કહેતા રહો છો કે પરિસ્થિતિ ગતિશીલ છે પરંતુ તમારે વાસ્તવિક પરિસ્થિતિ જોવી પડશે. તમે ડિજિટલ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા કહેતા રહો છો, પરંતુ તમને જમીની વાસ્તવિકતાથી અજાણ છો. શું ગ્રામીણ લોકો વેક્સિન માટે કોવિન એપ પર રજિસ્ટ્રેશન (Registration) કરાવવા સક્ષમ છે?

કોરોના વેક્સીન (Corona Vaccine)ને લઈને સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની બેન્ચ કરી રહી છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, ટાસ્ક ફોર્સનો રિપોર્ટ લગભગ પૂરો થઈ ચૂક્યો છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. તેની પર જસ્ટિસ ભટે કહ્યું કે, હું જે એક માત્ર સમસ્યા રજૂ કરી રહ્યો છું, તે સમગ્ર દેશને વેક્સીન ઉપલબ્ધ કરાવવાને લઈને છે. મુદ્દો છે મૂલ્ય નિર્ધારણ નીતિનો. તમે રાજ્યોને એક બીજા સાથે પ્રતિસ્પર્ધા કરવા માટે કહી રહ્યા છો.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે રસીની ખરીદી માટે રાજ્યો દ્વારા અનેક વૈશ્વિક ટેન્ડર બહાર પાડવામાં આવે છે શું તે સરકારની નીતિ છે? આના પર કેન્દ્રએ કોર્ટને જણાવ્યું હતું કે દેશની સમગ્ર વસ્તીને વર્ષ 2021 ના ​​અંત સુધીમાં રસી આપવામાં આવશે. કેન્દ્ર ફાઇઝર જેવી કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યું છે. જો તેમાં સફળ થાય છે તો વર્ષના અંત સુધીમાં રસીકરણ પૂર્ણ કરવાની અંતિમ તારીખ પણ બદલાઈ શકે છે.

કોવિડ -19 રસી મેળવવા માટે કોવિન વેબસાઇટ પર ફરજિયાત નોંધણી પર સવાલ ઉઠાવતા ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચુડ, જસ્ટીસ એલ નાગેશ્વરા રાવ અને ન્યાયાધીશ આઇ રવિન્દ્ર ભટની ખંડપીઠે કેન્દ્ર સરકારને કહ્યું કે, રસી માટે લોકોએ કોવિન એપ પર નોંધણી કરાવવાની હોય છે. શું ગ્રામીણ વિસ્તારના લોકો દ્વારા આ એપ્લિકેશન પર નોંધણી શરૂ કરવાનું વાસ્તવિક રીતે શક્ય છે? તમે આની અપેક્ષા કેવી રીતે કરી શકો છો?

Most Popular

To Top