સુપ્રીમ કોર્ટે આજે તા. 30 મે 2025ને શુક્રવારે નિર્દેશ આપ્યો છે કે આગામી તા. 15 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી એન્ટ્રસ ટેસ્ટ (NEET PG) 2025 પરીક્ષા બે શિફ્ટને બદલે એક જ શિફ્ટમાં લેવામાં આવશે. જ્જ વિક્રમ નાથની આગેવાની હેઠળની બેન્ચે સંબંધિત અધિકારીઓને એક જ શિફ્ટમાં પરીક્ષા યોજવાની વ્યવસ્થા કરવા અને સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવે તેની ખાતરી કરવાનો નિર્દેશ આપ્યો. બેન્ચમાં જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ એનવી અંજારિયા પણ સામેલ હતા. બેન્ચે કહ્યું કે બે શિફ્ટમાં પરીક્ષા યોજવી એ મનસ્વીતા સમાન છે.
- બે પાળીમાં પરીક્ષા લેવાથી મનસ્વીતા વધે છે. સામાન્યીકરણ જેવી પ્રક્રિયાઓ ફક્ત ખાસ કિસ્સાઓમાં જ લાગુ થવી જોઈએ. દર વર્ષે નહીંઃ કોર્ટ
NEET PG પરીક્ષાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું- ફક્ત એક કે બે વિદ્યાર્થીઓએ જ અરજી દાખલ કરી હશે છતાં જો તેમનો દલીલ સાચી હશે તો કોર્ટે હસ્તક્ષેપ કરવો પડશે. ગયા વર્ષે ખાસ સંજોગોમાં પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી હતી પરંતુ હવે આ સામાન્ય નિયમ બની શકે નહીં.
આ ઉપરાંત કોર્ટે કહ્યું કે ભારતમાં ટેકનોલોજી અને સંસાધનોની કોઈ અછત નથી. દેશભરમાં એક શિફ્ટમાં પરીક્ષા માટે પૂરતા કેન્દ્રો બનાવી શકાય છે. કોર્ટે કહ્યું કે પરીક્ષા માટે હજુ બે અઠવાડિયાથી વધુ સમય બાકી છે, તેથી NBE પાસે નવા કેન્દ્રો ઓળખવા અને એક જ શિફ્ટમાં પરીક્ષા લેવા માટે પૂરતો સમય છે. કોર્ટે NBE ને પારદર્શિતા જાળવવા અને સલામત કેન્દ્રો સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમામ જરૂરી વ્યવસ્થાઓ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે.