National

ટુ ફિંગર ટેસ્ટ પર સુપ્રીમ કોર્ટની રોક, પીડિતો સાથે રેપની તપાસની પદ્ધતિ પર ઉઠાવ્યા સવાલો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે(Supreme Court) સોમવારે બળાત્કાર(Rap)ના કેસ(Case)માં ‘ટુ-ફિંગર ટેસ્ટ'(Two finger Test) પર પ્રતિબંધ(Ban) મૂક્યો છે. કોર્ટે ચેતવણી આપી હતી કે જે વ્યક્તિઓ આવા પરીક્ષણો કરાવે છે તેમને દોષિત ઠેરવવામાં આવશે. જસ્ટિસ ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ચુકાદો સંભળાવતા બળાત્કાર અને જાતીય હુમલાના કેસોમાં ‘ટુ-ફિંગર ટેસ્ટ’ના ઉપયોગની નિંદા કરી હતી. જસ્ટિસ ચંદ્રચુડે ચુકાદો સંભળાવતા કહ્યું કે, “આ ટેસ્ટનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. પીડિતાની જાતીય સતામણીનાં પુરાવા તરીકે તે મહત્વનું નથી. આજે પણ આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ખેદજનક છે.”

આવો ટેસ્ટ પીડિતોને ત્રાસ આપવા સમાન: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે બળાત્કારની પુષ્ટિ કરવા માટે પીડિતાના બે ફિંગર ટેસ્ટ પર સખત નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું, “જે પણ આવું કરે છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આવો ટેસ્ટ પીડિતાને ફરીથી ત્રાસ આપવા સમાન છે.” સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્દોષ છૂટવાના આદેશને ઉલટાવી દીધો હતો અને બળાત્કાર-હત્યાના કેસમાં આ વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારી હતી જે સુનાવણી પેન્ડિંગ હતી. વાસ્તવમાં 2013માં જ સુપ્રીમ કોર્ટે ટુ ફિંગર ટેસ્ટને ગેરબંધારણીય જાહેર કરી હતી અને કહ્યું હતું કે આ ટેસ્ટ ન થવો જોઈએ. તેલંગાણા હાઈકોર્ટના નિર્ણય સામે ચાલી રહેલા કેસ પર પોતાનો ચુકાદો આપતા SCએ આ ટિપ્પણી કરી હતી. ખંડપીઠે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, ‘કોર્ટે બળાત્કારના મામલામાં ટૂ ફિંગર ટેસ્ટ ન કરાવવા માટે ઘણી વખત આદેશ આપ્યો છે. ખરેખર, તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સ્ત્રીઓને વારંવાર અત્યાચાર કરવો એ બળાત્કાર જેવું છે. આ ટેસ્ટ એ ખોટી માન્યતા પર આધારિત છે કે સેક્સ્યુઅલી એક્ટિવ મહિલા પર બળાત્કાર થઈ શકતો નથી.

હોસ્પિટલો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ જારી કર્યા છે કે ટેસ્ટ સંબંધિત માર્ગદર્શિકા તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો સુધી પહોંચવી જોઈએ. આ સાથે આરોગ્ય કર્મચારીઓને પીડિતાની બીજી ટેસ્ટ માટે વર્કશોપ દ્વારા તાલીમ આપવી જોઈએ, જેનો વૈજ્ઞાનિક આધાર છે. આ ઉપરાંત, તબીબી અભ્યાસક્રમની સમીક્ષા કરવાની પણ જરૂર છે, જેથી સંભવિત ડોકટરો દ્વારા આ પરીક્ષણની સલાહ આપવામાં ન આવે.

શું હોય છે ટુ ફિંગર ટેસ્ટ?
ટુ ફિંગર ટેસ્ટમાં પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં એક કે બે આંગળીઓ નાખીને તેની વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ એટલા માટે કરવામાં આવે છે જેથી એ જાણી શકાય કે મહિલા સાથે શારીરિક સંબંધ હતા કે નહીં. જો પ્રાઈવેટ પાર્ટમાં બંને આંગળીઓ સરળતાથી ફરતી હોય તો સ્ત્રીને સેક્સ્યુઅલી એક્ટિવ માનવામાં આવે છે અને આ પણ મહિલાના વર્જિન કે વર્જિન ન હોવાનો પુરાવો માનવામાં આવે છે.

Most Popular

To Top