Charchapatra

ગ્રિષ્મા હત્યા: તથ્યો, તારણ અને અગમચેતી

શું તમારે ત્યાં યુવાન દિકરા દિકરીઓને છે.તો તેની થોડી ચિંતા કરી, ચિંતન કરવાનું રાખો.સુરતની જુવાનજોધ દિકરી ગ્રિષ્મા વેકરિયાની હત્યા સૌ માટે ખાસ તો શિક્ષણ સંસ્થાઓ,વાલીઓની આંખ ખોલનારી છે.આ આખી ઘટના બાદ વાલીઓ, યુવતીઓને એક સંદેશ આપે understand, wait, watch and then go ahead..!  મનોવૈજ્ઞાનિક લોરેન હોવેના જણાવ્યાં મુજબ કોઈપણ બ્રેકઅપ ને પચાવવું ખુબ જ કપરું છે અને ક્યારેક તે અનર્થોને આમંત્રણ પણ આપે છે.વાધ કે સિંહ વધુમાં વધું આક્રમક ત્યારે થાય કે જ્યારે તેને કોઈ “ઇટીંગ કે મેંટીગ”માં ખલેલ કે બાધક બને.આપણે સંબંધોને તેની મર્યાદામાં જ આગળ કરતાં શીખવું પડે.જેટલુ અને જ્યાં જરૂર હોય તેટલી જ નિકટતા કેળવો.લાગણીઓને તમે તાબે ન થાઓ પણ તમારાં તાબામાં લાગણી રહે તેની દરકાર કરો. જ્યારે કોઈ ઘટના વધુ પડતી ઈમોશનલ બનતી દેખાય તો તમે થોડાં કદમ પાછળ હટી જાઓ. અને સલામત ટ્રેક ઉપર ચાલવાની કોશિશ કરો. સંવેદનાઓને છંછેડવાની કોઈપણ તરકીબોથી બચતા રહો..! 

શિક્ષણ સંસ્થાઓ, સામાજિક સંગઠનોએ આવી બાબતોમાં તરુણાવસ્થાના પાત્રો અને યુવાનો ને તાલિમબધ્ધ કરવાં રહ્યા.વાલીઓ પોતાના સંતાનો પર સતત દેખરેખ રાખી જરુરી હુંફ પુરી પાડતાં રહે.દિકરીના વાલીઓએ આજના લોફર છોકરાંઓની આભામાંથી બચાવી લેવા વિશેષ કાળજી લેવી જોઈએ.સૌ વાલીઓ પોતાના સંતાનો સાથે ખુલ્લા મને ચર્ચા માર્ગદર્શન કરતાં રહે.પોતાના પાસે બધી જ સમસ્યાઓનો ઉકેલ છે તેની પ્રતીતિ જો તમે કરાવી શકો આ બધું તમારાં સંતાનની કેરિયરથી વધું તેનાં જીવનમાં અગત્યતા ધરાવે છે તે વાતને પ્રાથમિકતા આપો. ઘણાં વાલીઓ દિકરીઓની તિવ્ર અછતને કારણે પોતાનાં સંતાનોને આવી આવારાગર્દી તરફ આયોજનબધ્ધ રીતે ધકેલી રહ્યાં છે.મોબાઈલ માહિતીનો સ્ત્રોત છે પણ મોતનું મેસેન્જર પણ છે તે સમજવું પડશે ! શાસકિય વ્યવસ્થાને જો ધારદાર બનાવવામાં આપણે ચૂંક કરીશું તો આ વણઝારને અટકાવવી વૈશાખી ઝાંઝવા જેવી સાબિત થશે..!?
ભરૂચ-વિરેન્દ્રસિંહ અટોદરીયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top