Charchapatra

આપઘાતના બનાવો મોટી સંખ્યામાં વધી રહ્યા છે!

હાલમાં જ વેરાવળના તબીબે ગળે ફાનસો ખાઇને આપઘાત કર્યો ત્યાન અન્ય બીજી કરૂણ ઘટના જમીયતનગરનાં નવાગામ ઘેડમાં પુત્રીના લગ્ન પૂર્વે જ પિતાએ લગ્ન પ્રસંગના ખર્ચાઓની ચિંતામાં આત્મહત્યા કરી આ અગાઉ પણ વિવિધ કારણોસર આત્મહત્યાની ઘટનાઓ ઘટી છે જેમકે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પરીણામે, પતિ પત્નીના ઝઘડાના પરીણામે, રોજગારી અને બિમારીથી કંટાળીને અસંખ્ય લોકોએ અકુદરતી સ્વરૂપ પોતાનું અમૂલ્ય જીવનને અલવિદા કરી છે. હવે ગંભીર અને દર્દનાક પ્રશ્ન એ સમજવાનો અને વિચારવાનો છે વિવિધ કારણોને લીધે થતા આપઘાતનો અભ્યાસ કરી તે દિશામાં સરકારે યોગ્ય પગલા લેવા જરૂરી છે જેમકે યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરે, કન્યાઓ માટે આર્થિક યોજનાઓ અમલમાં મુકે જેથી લગ્ન ઉંમરે ખર્ચાઓ અંગે પિતાઓ ચિંતા મુકત બને. સામાન્ય નાગરિકો માટે મફત મેડીકલ સારવારની યોજનાઓ લાવે, ઉપરોકત તમામ યોજનાઓ સરકારે તાત્કાલીક અમલમાન મુકવી ખુબ જ જરૂરી છે જેને પરિણામે કંઇક અંશે આવી દુર્ઘટનાઓ પર અંકુશ મુકી શકાય.
સુરત     – રાજુ રાવલ       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

થેન્ક યુ ક્રેડાઈ
ગુજરાતમિત્ર સહિત આજના દૈનિકોમાં રાજ્ય સરકાર સાથેની વાટાઘાટોની ફલશ્રુતી રૂપે સરકારના વિધેયાત્મક અભિગમથી મધ્યમવર્ગના ઘણા લોકોને નાવ ઓર નેવરની પરિસ્થિતિમાં નિર્ણય લેવાનો વખત આવ્યો છે. સ્વાભાવીક છે કે શાણા ગુજરાતીઓ નવી જંત્રીની અસર થવા માટે સરકારશ્રી તરફથી જે કુશનીંગ સમયગાળો મળ્યો છે તેનો લાભ લેશે જ. મૂળ વ્યથા તો હાલમાં હંગામી ધોરણે ટળી છે, પણ તેટલા સમય ગાળામાં દસ્તાવેજો થવાની જે પ્રક્રિયા થશે તે માટે સરકારશ્રીએ ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવી જોઈએ એવી નમ્ર વિનંતી છે. (1) આ સમય ગાળામાં જુની મિલ્કતોના થનારા સોદાઓમાં અશાંત ધારાની કાર્યવાહી, દિવસોમાં નહીં પણ કલાકોમાં આટોપાવી જોઈએ. (2) દરેક ઠેકાણે દસ્તાવેજના રજીસ્ટ્રેશનની કચેરીઓમાં કામના કલાકો વધારવા જોઈએ અથવા રજીસ્ટ્રેશનના કેન્દ્રો વધારવા ખૂબ જ જરૂરી છે. અન્યથા જે મૂળ વેદના દૂર ઠેલાઈ છે, તેનો લાભ ખુબ ઓછા લોકોને મળવાની સંભાવનાનો શક ભાગ્યે જ ખોટો પડશે. આશા છે કે શ્રી ભુપેન્દ્રદાદાની સરકાર વધુને વધુ લોકો આ હંગામી રાહતનો લાભ લે તેની વ્યવસ્થા કરશે જ. અસ્તુ!
સુરત     – રાજેન્દ્ર કર્ણિક    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top