આમોદ: આમોદ (Amod) મલ્લા તલાવડી પાસે આવેલા સ્ક્રેપના (Scrap) ગોડાઉનમાં (Godown) બિહારી મજુરે પંખા સાથે દુપટ્ટાનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ આત્માહત્યા (Suicide) કરી હતી.આમોદ પોલીસે હાલ અકસ્માત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ મલ્લા તલાવડી પાસે તૈયુબ શેખનું સ્ક્રેપનું ગોડાઉન આવેલું છે. જેમાં તેમણે મજૂરોને રહેવા માટે ઓરડીઓ બનાવી છે. જેમાં ગુરૂવારે સંતોષ ઈશ્વર મંડલ (ઉ.વ.૨૪.મૂળ રહે. ગોબરાહી (બિહાર)એ મજૂર રૂમનો દરવાજો બંધ કરી પંખા સાથે દુપટ્ટાનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ ગયો હતો. જેની જાણ તેની સાથે મજૂરી કરતા પ્રકાશ ચોપાલને થતાં તેણે ગોડાઉનના સંચાલક તૈયુબ શેખને જાણ કરી હતી ત્યારબાદ તૈયુબ શેખે મરણ જનારના પરિવારજનોને ફોનથી જાણ કરી હતી અને આમોદ પોલીસને પણ જાણ કરતાં પોલીસે રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાને કારણે ગેસ કટરની મદદથી દરવાજો ખોલી તેની લાશને નીચે ઉતારી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ ખાતે લઈ ગયા હતાં. પોસ્ટમોર્ટમ બાદ તેની અંતિમવિધિ પણ આમોદમાં જ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આમોદ પોલીસે હાલ અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
એસટી બસમાં દારૂ સાથે પકડાયેલી 70 વર્ષીય વૃદ્ધાએ લોકઅપમાં એવું કર્યું કે, વાપી પોલીસ દોડતી થઈ
વાપી : (Vapi) વાપી ટાઉન પોલીસ મથકના લોકઅપ (Lock up) સાથે દુપટ્ટો બાંધી ૭૦ વર્ષની મહિલાએ (Old Women) આપઘાત (Suicide) કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. નવસારીની દારૂ (liquor ) સાથે ઝડપાયેલી ત્રણ મહિલા પૈકી વૃદ્ધાએ આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. વાપીના ચલા આરોગ્ય કેન્દ્રમાં પેનલ પીએમમાં મહિલાના મોતનું કારણ ફાસો ખાવાથી મોત જણાયું હતું.
વાપી ટાઉન પોલીસ મથકમાં નવસારીની ત્રણ મહિલાઓ દારૂની સાથે ઝડપાઈ હતી. એસટી બસમાં દારૂ લઇ જતી ત્રણ મહિલાને પોલીસે ઝડપી પાડી હતી. જે પૈકી ૭૦ વર્ષની લતા ઉર્ફે સુશીલાબેન યુવરાજ ગવાની નામની વૃદ્ધાને માથું દુઃખતું હોવાનું જણાવતા પોલીસે લોકઅપ બહાર કાઢીને પાણી પીવડાવ્યું હતું. એ દરમિયાન આ આ વૃદ્ધાએ દુપટ્ટાથી લોકઅપના સળીયા સાથે ફાસો ખાઇ લીધો હતો. આ વૃદ્ધાના મૃતદેહને ચલાના આરોગ્ય કેન્દ્રમાં લઇ જઇ પેનલ પીએમ કરાવ્યું હતું. જેમાં મહિલાએ ફાસો ખાધો હોવાથી તેનું મોત થયું હોવાનું જણાયું છે. જોકે દારૂ સાથે ઝડપાયેલી મહિલાએ પોલીસ કસ્ટડીમાં આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
વાપી ટાઉન પોલીસે આ મહિલા સામે ૯,૩૭૫ રૂપિયાના દારૂનો કેસ તેમજ મહિલાએ નશો કર્યો હોવાનો કેસ પણ કર્યો હતો. વલસાડ પોલીસ અધિક્ષક તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ વાપી ટાઉન પોલીસ મથકમાં જઇ આ બનાવ અંગે વિગતો મેળવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા પણ આખા બનાવ અંગે વિગતો મેળવી હતી. વાપી ટાઉન પોલીસ મથકમાં પોલીસ કસ્ટડીમાં થયેલા મોતને લઇને ઉચ્ચ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.