Gujarat

અમદાવાદના અટલબિજ પરથી મેડિકલના વિદ્યાર્થીઓએ મોતની છલાંગ મારી

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરમાં સાબરમતી નદી ઉપરના ફૂટ ઓવરબ્રિજ -અટલબ્રિજ ઉપરથી મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ (Student) નીચે પડતુ મૂકી મોતને વહાલું કર્યું હતું. આ બનાવની જાણ થતા પોલીસ (Police) તથા ફાયર બ્રિગેડની ટીમે બે કલાકની જહેમત બાદ મૃતદેહને (Dead Body) બહાર કાઢ્યો હતો. અટલબ્રિજ સાબરમતી નદીમાં પડતુ મૂકી આત્મહત્યા (Suicide) કરવાનો આ પ્રથમ ઘટના બનવા પામી છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ એનએચએલ મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા પારીતોષ મોદી નામના યુવકે સાબરમતી નદી પરના અટલ બ્રિજ ઉપરથી રાત્રિના સમયે પડતું મૂક્યું હતું. આ ઘટનાની જાણ સિક્યુરિટી ગાર્ડને થતા પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરતા બંને ટીમો તાત્કાલિક દોડી આવી હતી અને મૃતદેહને શોધવા કવાયત હાથ ધરાઈ હતી. બે કલાકની ભારે જહમત બાદ મૃતદેહને બહાર કઢાવ્યો હતો.

પોલીસને અટલબ્રિજ પરથી મૃતક યુવકનો મોબાઇલ ફોન મળી આવ્યો છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. મેડિકલમાં અભ્યાસ કરતા યુવક કે શા માટે આત્મહત્યા કરી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top